તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • રામોસણા ગ્રા.પંચાયતનું વિભાજન થતાં રામોસણા એનએ નવી પંચાયત બનશે

રામોસણા ગ્રા.પંચાયતનું વિભાજન થતાં રામોસણા એનએ નવી પંચાયત બનશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાતાલુકાના રામોસણા ગામના વિભાજન માટે રાજ્યના ગ્રામ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ જાહેરનામુ બહાર પાડી રામોસણા અને રામોસણા એનએ એમ 2 ગ્રામ પંચાયત બનાવી છે.

રામોસણામાં પાંચેક વર્ષ અગાઉ ગ્રામપંચાયત દ્વારા વિસ્તાર,વસ્તીને ધ્યાને લઇને પંચાયત વિભાજન અંગે ઠરાવ કરીને પાંચેક વર્ષ અગાઉ તાલુકા પંચાયતમાં દરખાસ્ત કરાઇ હતી ,ત્યાથી જિલ્લા પંચાયત અને રાજ્યના વિકાસ કમિશ્રનર સુધી દરખાસ્ત થઇ હતી.જેમાં દરખાસ્ત થોડા મહિના પહેલા રીવાઇઝ પણ થઇ હતી.જેને લઇને તાજેતરમાં વિભાગના ડેપ્યુટી સેક્રેટરી વનરાજસિહ પધારીયા દ્વારા વિભાજન પછી રામોસણા અને રામોસણા એન.એ એમ બે પંચાયત અસ્તિત્વમાં આવશે. અંગે કોગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઇ પટેલે જણાવ્યુ હતું કે, ગામનો વિસ્તાર મોટો છે.મતદાનમાં પણ દૂરના બુથ સુધી ગ્રામજનોને જવુ પડતુ હતું.ત્યારે ચારેક મહિના પહેલા ગ્રામપંચાયતે વિભાજન માટે નવેસરથી ઠરાવ કરીને મોકલ્યો હતો.તાલુકા પંચાયતે જિલ્લામાં દરખાસ્ત મોકલી અને વિકાશ કમિશ્નર સુધી થયા પછી રામોસણા પંચાયત વિભાજનથી અલગ પંચાયત અસ્તિત્વમાં આવશે.

ગ્રામ વિકાસ વિભાગના ડેપ્યુટી સેક્રેટરીએ જાહેરનામુ બહાર પાડ્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો