• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • રાજ્યમાં આગની જુદી જુદી ઘટનામાં મોટું નુકસાન થયું

રાજ્યમાં આગની જુદી-જુદી ઘટનામાં મોટું નુકસાન થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહુવામાં 4 સગી બહેનો આગમાં ભડથંુ થઈ ગઈ

મહુવા | મહુવા તાલુકાના મુડત ગામે ખેતરાડી વિસ્તારમાં આવેલ એક ખેતરમાં બનાવાયેલા પતરાના શેડમાં ફ્લેશ ફાયર થતાં અંદર સૂતેલી માતા વિહોણી અમરેલી જિલ્લાની 4 સગી બહેનો બળીને ભડથુ હતી.

મુડતમાં પતરાના શેડમાં ફ્લેશ ફાયર થતાં 4 સગી બહેનો ભડથું

અમરેલીમાં ફ્રૂટની ટ્રક સળગીને ખાક થઈ ગયો

અમરેલી | અમરેલીનાડૉ. જીવરાજ મહેતા ચોક નજીક આયુર્વેદિક હોસ્પિટલ પાસે ફ્રુટના ખાલી કાર્ટુન ભરીને ઉભેલા મીનીટ્રકમાં કોઇ અકળ રીતે આગ ભભુકી ઉઠતા મોટુ નુકશાન થયુ હતું. નિચે સળગી રહેલા કચરાના કારણે આગ લાગ્યાનું મનાય રહ્યુ છે.

જામનગર | જામનગરમાંઆવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા 800 ગુણી પાકના જથ્થામાં સોમવારે બપોરે અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના પગલે ફાયરબ્રિગેડ એક કલાકે આગ કાબુમાં લીધી હતી

હાપા માર્કેટિંગ યાર્ડમાં આગથી 800 ગુણી પાક બળીને ખાક

અમરેલી મરચા બજારમાં ભીષણ આગ લાગતાં મોટું નુકસાન થયું હતું.

દાંતીવાડામાં તબેલામાં 5 પશુ સળગી ગયા

પાલનપુર | દાંતીવાડાતાલુકાના રાવળાવાસમાં રહેતા કિર્તીસિંહનો પરિવાર ખેતરમાં રહેવા ગયો હતો. પશુઓને ખેતરમાં ગમાણ સાથે બાધેલા હતા. મંગળવારના અચાનક વાડામાં આગ લાગી હતી. આગ વિકરાળ હોવાથી પાંચ પશુઓ બળીને ભડથુ થઇ ગયા હતા. તેમજ પાંચ પશુઓ ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે ખસેડવામાં આ‌વ્યા હતા.

અમરેલીમાં આજે રૂક્ષ્મણીબેન બાલમંદિર ખાતે મરચા બજારનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતું. જો કે ઉદઘાટનના પ્રથમ દિવસે કોઇ અકળ કારણે આજે મરચાના જથ્થામાં અચાનક આગ ભભુકી ઉઠતા મોટા જથ્થામાં મરચા બળી ગયા હતાં. આગને કારણે ધુમાડે થતા દુર દુર સુધી લોકોને તેનાથી તકલીફ વેઠવી પડી હતી. જો કે પાલીકાના ફાયર બ્રીગેડના સ્ટાફે બાદમાં અહિં દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. પડી હતી. જો કે પાલીકાના ફાયર બ્રીગેડના સ્ટાફે બાદમાં અહિં દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...