ઉમદા કાર્ય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટેભાગેપતિ હોટલમાં મસમોટીપાર્ટી આપીને કે પછી મોઘીદાટ ગીફ્ટ આપીને પત્નીને લગ્ન તીથીની ભેટ આપતા હોય છે પરંતુ મહેસાણાના સીત્તેરી વટાવી ચુંકેલા બ્રાહ્મણ પતિએ મહેસાણાની એક પ્રાથમિક શાળામાં 50 વર્ષની લગ્ન તિથિની સ્વર્ણિમ સ્મૃતિ રૂપે પત્નીના નામે બાળકોને ઠંડુ પાણી આપતી રેણુ જલધારા બનાવી છે.વૃધ્ધ દંપતીએ તેમના જીવનની મૂડીનું ટ્રસ્ટ બનાવી માનવ સેવામાં ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે.

મૂળ મોલવડાના અને હાલમાંં મહેસાણામાં ટીબીરોડ પર આવેલ શીવાનંદ પાર્કમાં રહેતા 76 વર્ષના પ્રવિણભાઇ જાનીએ પત્ની સાથે તેમના લગ્નની 50 વર્ષની ઉજવણી અનેરી રીતે કરી હતી.મધ્યપ્રદેશમાં દેનાબેંકની બ્રાન્ચમાં મેનેજર તરીકે મોટાભાગનું જીવન પસાર કરનાર પ્રવિણભાઇ જાની નિવૃતિના વર્ષોમાં મહેસાણા સ્થાઇ થયા હતા. બાળઅવસ્થામાં 3 સંતાનોના મૃત્યુંના દુ:ખથી પર વૃધ્ધ દંપતીએ વિવિધ સંસ્થાઓ સાથે મળી સેવાનો યંજ્ઞ શરૂ કર્યો હતો.દરમિયાન પ્રવિણદાદાએ તેમના લગ્નની 50 વર્ષની ઉજવણી પાછળ ખોટોખર્ચ કરવાનું ટાળી દાયકાઓ સુધી સુખ દુ:ખની હમસફર પત્નીને અનેરી ભેંટ આપવાનો વિચાર કર્યો હતો.બાળઅવસ્થામાં 3 સંતાનોના મૃત્યની વેદનાને ભુલી શકેલા પ્રવિણદાદાએ બુધવારે લગ્ન જીવનની સ્વર્ણિમ સ્મૃતિ રૂપે ટીબી રોડ પર આવેલ પ્રાથમિક શાળાના નંબર 7માં બાળકોને ઠંડુ પાણી મળી રહે તે માટે અદાજીત 2 લાખના ખર્ચે રેણુ જલધારાના નામે પીવાના પાણીની ટાંકી બનાવી પત્ની રેણુને સ્મૃતિ રૂપે અવિસ્મરણીય ભેંટ આપી છે.તેમના શબ્દોમાં કહીએ તો બાળકોને ઠંડુ પાણી મળે તેવો એક માત્ર પ્રયાશ છે.જીવનના અંતિમ પડાવમાં જીવનની તમામ મુંડીનું ટ્રસ્ટ બનાવી માનવ સેવામાં ખર્ચ કરવાનો નિર્ણય લીધો છે. શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે કાંઇ કરવાની પત્નીની ઇચ્છાને તેની સાથે મળીને સાર્થક કરી છે.જ્યારે રેણુકાબેને જણાવ્યું હતું કે, પતિએ બાળકોના પીવાના પાણીની ટાંકી બનાવી આજના દિવસે જળ જીવન સુત્રને સાર્થક કર્યુ છે.

દંપતીના હસ્તે રિબિન કાપી જલધારા શાળાને અર્પણ કરાઇ હતી.

50મી લગ્નતિથિએ શાળામાં જલધારા બનાવી

અન્ય સમાચારો પણ છે...