ગાયે યુવકનો ભોગ લીધા પછી પાલિકા ઢોર પકડશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢોર પકડવાનું ચાલુ કરીશું

ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં | ઢોર પકડવાનો ઠરાવ તો 5 મહિના પહેલાં થયેલો, અમલ નહોતો થયો

{ ટેન્ડર પ્રક્રિયા અત્યાર સુધી કેમ પેન્ડીંગ રહી?

પાલિકામાં31 જાન્યુઆરીએ ઠરાવ કર્યો હતો. પરંતુ પાલિકાના અધિકારીઓએ કોઇ પ્રક્રિયા કરી નહતી. તેઓ ઢોર પકડવાવાળા મળતા નથી, ગાયોને ક્યાં રાખવી, ગાયોને કતલખાને મોકલી દેવાતી હોવા સહિતના મુદ્દા આગળ ધરી કામગીરી કરાઇ હતી.

{પાલિકાએ ઢોર પકડવા શું કર્યુ ω? હવે શું કરશે?

ચીફઓફિસર સાથે ઢોર પકડવા સંબંધે વાત થઇ હતી, પરંતુ તેમને અગાઉ કાર્યવાહી દરમિયાન ડબ્બામાં ગાયનું વાછરડું મરી ગયું હતું માટે તેની જવાબદારીનો મુદ્દો ઉઠાવ્યા બાદ કોઇ કાર્યવાહી થઇ શકી નથી. પરંતુ હવે પછી ટેન્ડર પ્રક્રિયા બાદ ઢોર પકડતી ટીમ સાથે રહીને શહેરમાં રખડતાં ઢોરનો ત્રાસ દૂર કરવા પ્રયત્નશીલ રહીશું.

{પાલિકા પાસે હાલમાં શું વ્યવસ્થાω છે?

માત્રઢોર ડબ્બો અને કવર કરેલી જગ્યા છે, બીજી કોઇ વ્યવસ્થા નથી.

{ઢોરોની સમસ્યાના ઉકેલ માટે શું તૈયારી કરી ωછે?

વિસ્તારોમાંઢોર પકડવાનું ચાલુ કરીએ છીએ. શહેરમાં મોટેભાગે ઢોર માલધારીઓ છુટા મૂકી દે છે. તેમના પાસે દંડ વસૂલવામાં આવશે, તો સમસ્યાનું નિરાકરણ આવી શકે.

{મૃતક રિક્ષાચાલકને વળતર ચૂકવાશે?

પાલિકાનીકાયદાકીય જોગવાઇ મુજબ જે પણ હશે તે જોઇ લઇશું.

મહેસાણામાં મંગળવારે ગાયે ક્રૂરતાપૂર્વક રિક્ષાચાલકને કચડી માર્યો, પછી રખડતાં ઢોરનો મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે. શહેરીજનોના મનમાં આક્રોશ છે. આક્રોશને યોગ્ય રીતે વ્યક્ત કરો. તમે શું માનો છો, આવી ઘટના માટે જવાબદાર કોણ છે? નગરપાલિકા, પશુપાલકો કે અન્ય ω? દિવ્ય ભાસ્કર\\\' ને કહો... અમે વાચા આપીશું તમારી લાગણીને...! અમને તમારા નામ સાથે અહીં SMS કરો. મોબાઇલ નંબર : 98255 61922

સહિયારી ઝંુબેશ|તમે શું માનો છો? દિવ્ય ભાસ્કરને કહો !

રખડતાં ઢોરથી પરેશાન મહિલાઓની વાત તેમના શબ્દોમાં...

} ઢોર તો ગમે ત્યારે ભડકે, કહેવાય નહીં..

^બજારમાંશાકભાજી લેવા જાઓ કે પછી અન્ય કામસર, અહીં રખડતાં ઢોર ગમે તે સમયે ભડકે કહેવાય નહીં. શહેરમાં જ્યાં શાકમાર્કેટ ભરાતું હોય કે પછી જાહેર જગ્યા હોય ત્યાં રખડતા ઢોરોની સમસ્યા વર્ષો જૂની છે. અગાઉ પાલિકાએ ઢોર પકડવાની કામગીરી કરી હતી, પરંતુ સમય સાથે તે બંધ થઇ ગઇ છે. > લીલાબેનરમેશભાઇ પટેલ, પૂર્વપાલિકા પ્રમુખ

} શાળા છુટવા સમયે રખડતી ગાયોથી બાળકને બચાવીએ કે ખુદ બચીએ...

^શાળાછુટવા સમયે સામેથી આવતી કે નજીકમાંથી નીકળતી ગાયોથી બાળકને બચાવીએ કે ખુદ બચીએ. ખરેખર શહેરને રખડતાં ઢોરોથી મુક્ત કરવું જોઇએ. > અમીબેનસંજયભાઇ બારોટ,ભાટવાડો

} ક્યાંક પાડી દે તેવા ભય સતત રહે છે

^મહોલ્લા,પોળ વિસ્તારની સાંકડી ગલીઓમાં રખડતાં ઢોરોનો ત્રાસ અસહ્ય છે. બજારમાં શાકભાજી લેવા કે જીવનજરૂરી વસ્તુ લેવા ઘરેથી નીકળીએ ત્યારે સૌપ્રથમ માર્ગમાં રખડતાં ઢોર ક્યાંક શિંગડાં ભરાવી દે તે વિચારો સાથે ચાલવુ પડે છે. > કંકુબેનવાઘેલા, તેજસ્વીનીસોસાયટી

} ઘરડા માણસો માટે આવાં ઢોર જોખમી

^સાંજેજ્યારે ઘરડા માણસો કોઇ કામસર કે પછી મંદિરે દર્શન કરવા નીકળે ત્યારે રખડતાં ઢોર ખતરારૂપ બની રહે છે. રેલવે સ્ટેશનથી આઝાદ ચોક સુધીના માર્ગમાં ભીડભાડ વચ્ચે રખડતાં ઢોર ભારે મુશ્કેલી સર્જે છે. પાલિકાએ ઢોર પકડવાની કાર્યવાહી કરવી જોઇએ. > અરૂણાબેનવી.શાહ,આઝાદચોક

} ઢોર આવતું હોય ત્યારે ચાર ફૂટ દૂર ઉભી રહી જાઉં છું

^મહિના પૂર્વે સહજ ફ્લેટ નજીકથી પસાર થતી હતી તે સમયે માર્ગમાં લડી રહેલા બે આખલાથી બચીને રસ્તો ક્રોસ કરી રહી હતી, તે સમયે અન્ય એક આખલાએ શિંગડે ભરાવી હતી. જોકે, સ્થાનિક રહીશોની મદદથી માંડ બચી હતી. આજે પણ સામેથી ઢોર આવતું હોય ત્યારે ચાર ફૂટ દૂર ઉભી રહી જાઉં છું. > કિંજલઅમિતભાઇ પટેલ, રાધનપુરરોડ

અન્ય સમાચારો પણ છે...