શાકભાજીમાં પ્રતિ કીલોએ રૂ.10 થી 50નો ભાવ વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતશનિવારથી વરસતા વરસાદે સામાન્ય જનજીવનને અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ છે. વરસાદના કારણે માર્કેટમાં શાકભાજીની આવક ઘટતાં તેમાં રૂ.10 થી 50 નો ભાવ વધારો ઝીંકાયો છે. જોકે, ભાવ વધારાને ગૃહિણીઓની થાળીમાંથી શાક ઘટવા લાગ્યા છે.

જિલ્લાના શાકભાજીના બજારોમાં આવક પણ ઘટતાં દિવસમાં વિવિધ શાકભાજીઓમાં રૂ.10થી માંડી રૂ.50 સુધીનો ભાવ ઉચકાયો છે. કોથમીર પ્રતિ કિલોએ રૂ.200 અને મરચાં રૂ.130 થી 140ના ભાવે પહોંચતાં દાળ અને શાકની શોભા વધારતી કોથમીર નામસેશ બની છે. જો કે, બટાકા, ડુંગળી, રવૈયા અને પરવર જેવી શાકભાજીનો ભાવ પ્રતિકિલોએ રૂ.50 ની અંદર રહેતાં ગૃહિણીઓની થાળીમાં અા શાકભાજી જોવા મળી રહી છે. તેમજ ગૃહિણીઓની પિરસાતી થાળીમાં શાકની જગ્યાએ દાળ અને કઠોળે લીધી છે. ઉલ્લેખનીય છે કે, હજુ પંદરેક દિવસ શાકભાજીના ભાવમાં કોઇ ઘટાડો થાય તેવી કોઇ શક્યતા જોવા મળતાં શાકભાજી મોંઘાદાટ બન્યા રહેશે.

અન્ય સમાચારો પણ છે...