તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઔરંગા નદી, વલસાડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાંશુક્રવારે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં 2થી 10 ઈંચ સુધીનો વરસાદ પડતાં ચારેકોર પાણી-પાણી થઈ ગયું હતું. ટંકારામાં બારેમેઘ ખાંગા થતાં 2 કલાકમાં 9 ઈંચ અને 24 કલાકમાં 12 ઈંચ વરસાદ નોંધાતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું. આબુમાં 10 ઈંચ વરસાદ પડતાં અમીરગઢ જિલ્લાના 10 ગામ અને જામનગરના ધ્રોલના 9 તાલુકામથકથી વિખૂટા પડી ગયા હતા, જ્યારે 15 ગામ એલર્ટ કરાયા છે. જામનગરના ધ્રોલ પંથકમાં 6 કલાકમાં 10, આબુ 10, કપરાડા 8, દાનહ 7, સાપુતારા 6, ધરમપુર 4, રાજકોટ 4, કચ્છના ખાવડામાં 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે રાજ્યમાં 4 મોત થયાં છે. ઉપરાંત રાજ્યનાં 17 તાલુકામાં 1 ઈંચથી વધુ, 22 તાલુકામાં અડધો ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હજુ ગયા અઠવાડીયાની તારાજીમાંથી ટંકારા બેઠું થયું છે ત્યાં શુક્રવારે ફરી મેઘમહેર થઈ હતી. ...અનુસંધાન પાનાં નં.6શુક્રવારે સાંજે 6 થી 8 સુધીના બે કાલકમાં 9 ઈંચ વરસાદ પડતાં નદી-નાળાં છલકાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. ધ્રોલના જાલીયા માનસર,ગઢકા,જાબીડા,લૈયારા,સુમરા,રાજપર,ઇટાળા,ખારવા,હમાપરમાં સવારે 7થી બપોરે 2 કલાક સુધીમાં ધોધમાર 8થી 10 ઇંચ વરસાદ પડતાં સર્વત્ર પાણીપાણી થઈ ગયું હતું. ઉપરાંત લાલપુરમાં 1,જામનગર,ખંભાળિયા,કાલાવડમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.સૌરાષ્ટ્રના તાલાલા, સાસણ સહિત ગીર પંથકમાં ધીમી ધારે 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

અમીરગઢ તાલુકામાં 3 ઈંચ ઉપરાંત વરસાદ જ્યારે માઉન્ટ આબુમાં 10 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે. વરસાદના પગલે બનાસ નદીમાં પાણીનું ઘોડાપુર આવતા તેમજ જુનિરોહ ગામ નજીક 10 ગામોને સાંકળતા નદીના પટ પર બનાવેલા રપટ પર પાણી ફરીવળતા 10 ગામો તાલુકા મથકથી વિખુટા પડી ગયા હતા.સાબરકાંઠાના પોશીના તાલુકામાં સાંબેલાધાર 4ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત વિજયનગર 3, ઈડર 1.5, ખેડબ્રહ્મા 2.5, પ્રાંતિજ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં દાનહ ખાતે 7 ઈંચ કરતા વધુ વરસાદ થતા દમણ ગંગા નદી પર આવેલ મધુબન ડેમના 10 દરવાજ 3 મીટર ખોલાયા છે જેને લઇ સેલવાસ દમણ ગંગા નદી બંને કિનારે વેહતી થઇ હતી.

વલસાડ જિલ્લામાં 16 કલાકમાં સૌથી વધુ ઉપરવાસના કપરાડા તાલુકામાં 8.5 ઇંચ ધોધમાર વરસાદથી નદીઓ બંન્ને કાંઠે ઊભરાઇ ગઇ હતી. ધરમપુર તાલુકામાં પણ 4ઇંચ વરસાદ ઝિંકાતા તાન,માન અને ઔરંગા અને પારનદીમાં પાણીનો પ્રવાહ સામાન્ય સપાટીથી 6 ફુટ વધી ગયો હતો. ઉપરાંત, વલસાડ 2.5,પારડી 3.25, વાપી 3.25અને ઉમરગામમાં 2.5ઇંચ નોંધાયો હતો. ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે તાન,માન,ઔરંગા,પાર,કોલક નદી બંન્ને કાંઠે ‌વહેતા વહીવટી તંત્ર સાબદું થઇ ગયું હતું.

કચ્છ જિલ્લો પણ શુક્રવારે વરસાદથી તરબોળ બન્યો હતો. ખાવડામાં 3.75 ઈંચ વરસાદ ઉપરાંત અંજાર 2.25, રાપર 1.25, ગાંધીધામ-નખત્રાણા 1 અને અન્ય તાલુકાઓમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. દહેગામ અને દાંતીવાડાના ગુંદરી કામે વીજળી પડતાં 1-1 વ્યક્તીનાં મોત થયા હતા. માઉન્ટ આબુમાં દિવાલ પડતાં એક પુરુષ અને એક મહિલાનું મોત થયું હતું.કંકાવટીના 7, ઉંડ-2 ડેમના 20 દરવાજા ખોલાયા

ધ્રોલપંથકમાં શુક્રવારે સવારથી બપોર સુધી ભારે વરસાદના કારણે બપોરે 3.30 વાગ્યા આસપાસ કંકાવટી ડેમના 7 દરવાજા 3 ફુટ અને ઉંડ-2 ડેમના 20 દરવાજા 4 ફુટ ખોલવામાં આવ્યા હતાં.આથી ડેમની હેઠવાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતાં.

ટંકારા 12.0

ધ્રોલ10.0

આબુ10.0

કપરાડા8.0

દાનહ7.0

સાપુતારા6.0

ખાવડા4.0

રાજકોટ4.0

ધરમપુર4.0

પારડી3.25

વાપી3.25

અમીરગઢ3.0

ક્યાં કેટલો વરસાદ આંકડા ઈંચમાં

રાજસ્થાનમાં સર્જાયેલી બે સિસ્ટમને કારણે ગુજરાત પર મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વલસાડથી લઈ ઉત્તર ગુજરાતની ઉપર માઉન્ટ આબુ સુધી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. વલસાડમાં ઔરંગા નદી બે કાંઠે હતી. આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ભાસ્કર

ધ્રોલ તાલુકાના 10 ગામમાં તારાજી

ધ્રોલતાલુકાના ઇન્ચાર્જ ટીડીઓ જે.પી.નર્વેએ જણાવ્યું હતું કે,જાલીયા માનસર,જાબીડા,ગઢકા સહીત 10 ગામોમાં 8 થી 10 ઇંચ ભારે વરસાદથી વ્યાપક નુકશાન થયું છે. બીજલકા ગામે ચેકડેમ તુટી જતાં નજીકના ગામોના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...