તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ઇજાગ્રસ્તનું લાયન્સ હોસ્પિટલમાં મોત, બેદરકારીના આક્ષેપ સાથે લાશ લેવાનો ઇન્કાર, રાત સુધી હંગામો

ઇજાગ્રસ્તનું લાયન્સ હોસ્પિટલમાં મોત, બેદરકારીના આક્ષેપ સાથે લાશ લેવાનો ઇન્કાર, રાત સુધી હંગામો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઉનજીક બુધવારે સવારે અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત પાટીદાર યુવાનનું મોત ર્ડાકટર અને સ્ટાફની બેદરકારીને કારણે થયું હોવાના આક્ષેપ સાથે યુવાનના પરિવારજનો સહિત 150થી વધુના ટોળાએ મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં 7 કલાકથી વધુ હંગામો મચાવ્યો હતો.

મહેસાણાના ખાનગી દવાખાનામાં દાખલ પિતા સાથે રાત્રી રોકાણ બાદ બુધવારે સવારે ગોઝારિયાના પારસા ગામનો મનોજ રમેશભાઇ પટેલ (28) તેના મિત્ર અલ્પેશ પટેલ સાથે બાઇક પર ઘરે જવા રવાના થયો હતો. મુલસણથી મેઉ વચ્ચે 9.30 કલાકે પાછળથી ઓવરટેક કરનાર ટ્રક ચાલકે આગળ જઇ રહેલા મનોજના બાઇકને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. ઇજાગ્રસ્તનું લાયન્સ હોસ્પિટલમાં 4 કલાકની સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવારજનો રોષે ભરાયા હતા. આઇસીયુમાં ચાલતી સારવાર શંકાસ્પદ જણાતાં પરિવારે ર્ડાકટર વિનોદભાઇને બોલાવ્યા હતા અને તેમને યુવાનને મૃત જાહેર કર્યો હતો. જેને પગલે ર્ડાકટર અને સ્ટાફની બેદરકારીને કારણે યુવાનનું મોત થયું હોવાના આક્ષેપ સાથે ટોળાએ હોસ્પિટલ માથે લીધી હતી.

મનોજ પટેલ

દાખલ થયાના 4 કલાક સુધી સારવાર નહીં મળતાં મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ

યુવાનના સગાઓએ હંગામો મચાવતાં લાયન્સ હોસ્પિટલમાં પોલીસ બોલાવાઇ હતી.- ભાસ્કર

મૃત્યુ બાદ તેની સારવાર શરૂ કરી હતી

4કલાકની સારવાર પછી મોત થયાની જાણ કરવાના બદલે ર્ડાકટરે તેને અમદાવાદ ટ્રાન્સફર કરવાની વાત કરી. પરંતુ અમે બોલાવેલા ર્ડાકટર વિનોદભાઇએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. સારવારના અભાવે મનોજ મૃત્યુ પામ્યો હોવા છતાં ર્ડાકટર, નર્સ તેની સારવાર કરવાનો ડોળ કરી રહ્યા હતા તેમ મૃતકની મામી શિલ્પાબેન પટેલે જણાવ્યું હતું.

આક્ષેપોપાયાવિહોણા : ર્ડા.પટવા

યુવાનનેપેટમાં ગંભીર ઇજા હતી અને બીપી ઘટતુ જતું હતું. લોહીની 2 બોટલ ચઢાવી બીપી કંટ્રોલ કરવા જરૂરી દવા ચાલુ કરી હતી. યુવાન પ્રથમથી ગંભીર સ્થિતિમાં હતો. પરિવારે કરેલા આક્ષેપો પાયાવિહોણા છે તેમ હોસ્પિટલના તબીબ ર્ડા.પટવાએ જણાવ્યું હતું.

હોબાળો | મહેસાણાન મેઉ પાસે પારસાના બાઇકચાલકને ટ્રકે ટક્કર મારી હતી

અન્ય સમાચારો પણ છે...