તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, અરવલ્લીમાં સૌથી ઓછું

મહેસાણાનું તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું, અરવલ્લીમાં સૌથી ઓછું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર ગુજરાતમાં સોમવારનો દિવસ અસહ્ય ગરમી અને ઉકળાટ ભરેલો રહેતાં પ્રજા માટે ત્રાસદાયક રહ્યો હતો. જે અંતર્ગત સવારથી ગરમી સાથે ઉકળાટનો કહેર જોવા મળ્યો હતો. એક તરફ અસહ્ય ગરમીથી શરીર બળવાનો અને બીજી તરફ ભારે ઉકળાટને લઇ શરીર ચીપચીપુ થવાને કારણે ઉત્તર ગુજરાતવાસીઓને બેવડી મુશ્કેલીઓ સામનો કરવાનો વારો આવ્યો હતો. દિવસ દરમ્યાન ઘર અને ઓફિસોમાં ચાલતા પંખા પણ ગરમીથી છુટકારો આપવામાં અસમર્થ રહ્યા હતા. જો કે, પાટણમાં 42 અને બનાસકાંઠામાં 41.2 ડિગ્રી તાપમાન રહેતાં બંને જિલ્લાની પ્રજાને ગરમીનો વધુ સામનો કરવાનો વારો આવ્યો હતો. તો મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાની પ્રજા પણ ગરમીથી અછુતી રહી હતી. જો કે, અરવલ્લી જિલ્લામાં માત્ર 39 ડિગ્રી તાપમાન રહેતાં ગરમીથી થોડી રાહત મળી હતુ, પરંતુ ઉકળાટે જિલલાવાસીઓને પરેશાન કરી મુક્યા હતા.

ઉત્તર ગુજરાતમાં ક્યાં કેટલું તાપમાન નોંધાયું

જિલ્લોમહત્તમ તાપમાન

>મહેસાણા 40 ડિગ્રી

> પાટણ 42 ડિગ્રી

> બનાસકાંઠા 41.2 ડિગ્રી

> સાબરકાંઠા 40 ડિગ્રી

> અરવલ્લી 39 ડિગ્રી

અન્ય સમાચારો પણ છે...