તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં ATVTમાં દાખલા કઢાવવા માટે અરજદારોને ધક્કા

મહેસાણામાં ATVTમાં દાખલા કઢાવવા માટે અરજદારોને ધક્કા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોરણ 12 સાયન્સના પરિણામ પછી એસીપીસી દ્વારા એન્જીન્યરીય સહિતની બ્રાન્ચોમાં પ્રવેશ પ્રક્રિયા,શાળા, કોલેજોમાં પ્રવેશ હોઇ વિદ્યાર્થીઓ આવક અને જાતીના દાખલા, નોનક્રીમીલીયર પ્રમાણપત્ર કઢાવવા મામલતદાર કચેરીના એટીવીટી સેન્ટરમાં વિદ્યાર્થી,વાલીઓનો ઘસારો વધુ રહ્યો છે.જેમાં ગામડાના અરજદારોના ઓનલાઇન એન્ટ્રીથી દાખલાની કોપી કાઢી ચકાસણી કરી સાંજે તાલુકા પંચાયતમાં ટીડીઓની સહિ કરવા મોકલાય છે. જ્યારે શહેરી વિસ્તારના દાખલામાં અરજી સાથે દાખલા મામલતદારની સહીમાં મોકલાય છે. ચકાસણી પછી અધિકારીની સહીથી ગ્રામ્યના તાલુકા પંચાયત અને શહેરીના મામલતદાર કચેરીઅેથી બીજા દિવસે દાખલા આપવામાં આવે છે.સોમવારે આવકના દાખલામાં 197, નોન ક્રીમીલીયરમાં 113, જાતિના દાખલામાં 84 જેટલા અરજદારોનો ઘસારો રહ્યો હતો. સોમવારે મહેસાણા એટીવીટી સેન્ટરમાં અરજદાર કરશનભાઇ પટેલે જણાવ્યુ હતું કે, પહેલા ગામડામાં તલાટી દાખલા કાઢી આપતા તે સારી વ્યવસ્થા હતી. હવે અરજી એટીવીટીમાં આપીએ તો બીજા દિવસે તૈયાર કરીને આપે છે. ઓનલાઇન છતાં એક દિવસે દાખલો કઢાવવાનું કામ થતુ નથી.એક દિવસે દાખલો મળી જાય તેવી સુવિધા ઉપલબ્ધ થવી જોઇએ.

શૈક્ષણિક સત્રના પ્રારંભમાં આવક, જાતીના દાખલા માટે અરજદારોનો ઘસારો રહેતા કલાકો સુધી કતાર જામી

અન્ય સમાચારો પણ છે...