તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • કેતને કહ્યું હતું કે, મને ખૂબ માર માર્યો છે : પિતરાઇ કાકા

કેતને કહ્યું હતું કે, મને ખૂબ માર માર્યો છે : પિતરાઇ કાકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પિતરાઇ કાકા હર્ષદભાઇ પટેલ સાંજે 7 વાગે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન ગયા, ત્યારે કેતન લોકઅપમાં હતો. તેમને કેતને કહ્યું હતુ કે, ભરતના પાન પાર્લર ઉપર લઇ જઇ સખત માર માર્યો છે અને માર મારવામાં ભરત સાથે તેનો દીકરો અને કોઇ અજાણ્યા માણસો હતા. ત્યાર પછી પોલીસ સ્ટેશનમાં લાવ્યા પછી પોલીસ સ્ટેશનમાં પણ પોલીસવાળાઓએ ઢોર માર માર્યો હતો. કમરમાં, હાથ ઉપર, પગ ઉપર, પગના તળિયા, હથેળીમાં સખત માર માર્યો છે અને લોહી નીકળે તેવી ઇજાઓ કરેલી છે. જેથી હર્ષદભાઇએ ફરજ પરના અધિકારીને પૂછતાં ચિરાગભાઇનો કેસ છે અને તે હાજર નથી તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...