• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા તા.પં.ના 32 સભ્યોને વિકાસ કામો માટે સ્વભંડોળમાંથી રૂ. 1 1 લાખ ફાળવાશે

મહેસાણા તા.પં.ના 32 સભ્યોને વિકાસ કામો માટે સ્વભંડોળમાંથી રૂ. 1-1 લાખ ફાળવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના 108 ગામડાની તાલુકા પંચાયતમાં સોમવારે યોજાયેલી બેઠકમાં આગામી વર્ષ 2018- 19 માટે કુલ રૂ. 22.41 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતું. જેમાં સદસ્ય પ્રેરિત વિકાસ કામો માટે રૂ.60 લાખ ફાળવ્યા હતા. જ્યારે પાલજ ગામમાં આગથી ત્રણ મકાનમાં નુકસાન પહોંચતાં લાભાર્થીઓને સહાય આપવા રૂ. 50 હજારની જોગવાઇ કરાઇ હતી.

તાલુકા પંચાયત હોલમાં ઉપપ્રમુખ ભાવેશભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આગામી વર્ષમાં ક્યાંથી નાણાં આવશે. તેના અંદાજો ટાંકીને સામે ક્યાં નાણાં ખર્ચાશે તેની જોગવાઇઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં સ્વભંડોળમાંથી રૂ. 2.32 કરોડની આવક સામે રૂ. 2.28 કરોડ ખર્ચ અંદાજવામાં આવ્યો છે. સ્વંભડોળની રૂ. 6.16 કરોડ, સરકારી અનુદાનોની રૂ. 13.89 કરોડ અને દેવા વિભાગની રૂ. 2.34 કરોડની પુંરાતો દર્શાવીને કુલ રૂ. 22.41 કરોડનું પુરાતવાળુ બજેટ મંજૂર કરાયું હતું. જેમાં તાલુકા પંચાયતના 32 સદસ્યદીઠ રૂ. એક-એક લાખ સુચિત વિકાસ કામો માટે સ્વભંડોળમાંથી ફાળવાશે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન માટે વધુ રકમની જોગવાઇ કરી કુલ રૂ. 60 લાખ ફાળવાશે. ટીડીઓ દિલીપભાઇ પટેલે કહ્યંુ કે, પાલજ ગામમાં ત્રણ મકાનમાં આગથી ધરવખરી વગેરેમાં નુકશાનથી લાભાર્થી સહાયમાં કુલ રૂ. 50 હજાર ફાળવાયા છે. જે પ્રક્રિયા કરી સત્વરે ચૂકવાશે.

ક્યા કેટલા ખર્ચાશે
સદસ્ય પ્રેરિત વિકાસ : રૂ.60 લાખ

શ્રેષ્ઠ ગ્રામ પ.ઇનામ :રૂ.30 હજાર

કુદરતી આફતો માટે : રૂ.52હજાર

મહિલા સદસ્યો તાલીમ : રૂ.20 હજાર

રાષ્ટ્રીય પર્વ ઉજવણી : રૂ.1.40 લાખ

પશુપાલન ક્ષેત્રે : રૂ .1 લાખ

ખેતીવાડી ક્ષેત્રે : રૂ.34.50 લાખ

શિક્ષણ : રૂ.11.50 લાખ

સમાજ કલ્યાણ : રૂ.17 લાખ

આરોગ્યક્ષેત્રે : રૂ.5000

લવાજમ જાહેરાત : રૂ. 2લાખ

કચેરી ખર્ચ માટે : રૂ. 36.15 લાખ

અન્ય સમાચારો પણ છે...