• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • બાળકમાં રહેલી શક્તિને ઓળખવી પડશે માત્ર ફર્સ્ટ ક્લાસથી જ બધું મળી જતું નથી

બાળકમાં રહેલી શક્તિને ઓળખવી પડશે માત્ર ફર્સ્ટ ક્લાસથી જ બધું મળી જતું નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ધો-10 અને 12ની પરીક્ષાના દિવસો નજીક આવી રહ્યા છે. ત્યારે બાળકને તણાવમાંથી મુક્ત રહેવામાં વાલી કેવી રીતે ઊપયોગી બને તે અંગે મહેસાણાની એસ.વી. શાહ નાલંદા સ્કૂલ અને \\\"દિવ્ય ભાસ્કર\\\' દ્વારા વાલીઓના માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થી પાસે વાલી તેની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા ન ઠોકી બેસાડતાં તેનામાં રહેલી શક્તિનોને ઓળખીને માહોલ આપવો અને ટોક ટોક ન કરતાં માર્ગદર્શકનો રાહ ચિંધ્યો હતો. પરીક્ષાએ જીવન નથી, જીવનએ પરીક્ષા છે. ઓછા ટકાથી ગુમાવ્યા કરતાં તે સફળતાનો રાહ જરૂર બની શકે છે.

એસ.વી.શાહ(નાલંદા) સ્કૂલમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર કરવા માર્ગદર્શન અપાયું
આચાર્ય ર્ડા.સુરેશભાઇ દવેએ કહ્યું કે, જેમ ધો-9 સુધી પરીક્ષા આવે તેમ જ આ પરીક્ષા છે. બાળકને બ્રાન્ડ બનાવા તેની શક્તિ ઓળખવી પડે માત્ર ફર્સ્ટ ક્લાસથી બધંુ અપેક્ષા મુજબ બની જવાય તે વાત સાવ ખોટી છે. બાળકને ટકા જેવા ભારણથી પરેશાન ન કરતાં તેના પર વિશ્વાસ મૂકી ખુલ્લાપણું આપો અને ખરાબ વર્તન ન કરે તેનુ ધ્યાન રાખો. ઘણા વાલીએ બાળકનો વર્ગ ખબર હોતો નથી.પરિસ્થીતિમાં બાળકને છોડીશું તો પરિસ્થિતી બાળકને તૈયાર કરશે. માત્ર કોઢી પંડિત ડીગ્રીથી સારા માનવી બનાતું નથી. શોર્ટકટ કદી ફાયદો ન આપે તેવો રાહ વાલીઓને ચિંધ્યો હતો. શિક્ષક ભરતભાઇ પંચાલે વિદ્યાર્થીઓને મોટીવેશન અને પરીક્ષા પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યુ હતું. અત્રે વાલીમાંથી નિવૃત્ત શિક્ષક અશોકભાઇ શાહે સાયન્સમાં મુદ્દાસર લખવંુ, પાના ભરવાથી માર્કેસ વધુ મળે તેવી ગેલછામાં ન રહેવુ સહિતની ટીપ્સ આપી હતી. અત્રે \\\"દિવ્ય ભાસ્કર\\\'ના ડેપ્યુ. એડીટર દેવેન્દ્ર તારકસે સેમિનારના મર્મ સાથે પ્રાસંગિક ઉદ્દબોદન કર્યુ હતું. શિક્ષક અશોકભાઇ પુરોહિત, અર્ચનાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા.

નાપાસ વિદ્યાર્થીઓ આજે સફળ બની રહ્યાના દ્રષ્ટાંતોથી સેમિનાર જીવંત બન્યો
એસ.વી.શાહ(નાલંદા) સ્કૂલમાં પરીક્ષાને અનુલક્ષીને માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિને ઓળખવાની સલાહ આપી હતી.

વાલીની હુંફ, આજે ન્યુઝીલેન્ડમાં પ્રોફેસર
દીકરી ધો-10 પ્રિલીમનરીમાં નાપાસ થઇ મેં કહ્યું, કંઇ નહીં પરીક્ષા ન આપતી. દીકરી જાતે પરીક્ષા આપવા તૈયાર થઇ અને 72 ટકા લાવી, બીએસસી બાદ આઇએલટીએસ પાસ કરીને ન્યુઝીલેન્ડ જઇ આજે પ્રોફેસર છે રમીલાબને પટેલ, વાલી

ગણિતમાં નાપાસ, ધો-12માં બીજો નંબર
\\\"દિવ્ય ભાસ્કર\\\'ની વિચારની પહેલ ખુબ પ્રેરણાદાયી છે.દીકરો ધો-10માં ગણિતમાં નાપાસ થયો. સ્કૂલના ગેટે જ રહ્યો. હતાશા દૂર કરતાં ઓગસ્ટમાં પાસ કરી ધો-12માં સ્કૂલમાં બીજા નંબરે આવ્યો,ILTS પાસ કરી ન્યુઝીલેન્ડ જઇ રહ્યો છે. ચંદ્રકાન્ત પટેલ, વાલી

ધો-10ના વર્ગમાં પુત્ર મોનીટર તેનું ગૌરવ
હું રિક્ષા ચાલક છું. ગામની શાળાના શિક્ષકોએ નાંલદામાં છોકરાને ભણવા મૂકવા માર્ગદર્શન આપ્યંુ, મારો દીકરો ધો-10ના વર્ગમાં મોનીટર છે.તેનો આનંદ છે. રમેશજી ઠાકોર, વાલી, રિક્ષાચાલક,વડોસણ

અન્ય સમાચારો પણ છે...