જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના હોદ્દેદારોની વરણી
મહેસાણા | જિલ્લાના વર્ગ-3ના મહેસુલી કર્મચારીઓના મંડળના હોદ્દેદારોની તાજેતરમાં વરણી કરાઇ હતી. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, સહમંત્રી, ખજાનચી સહિતના હોદ્દેદારોની સર્વાનુમત્તે બીનહરીફ વરણી કરાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે રઘુભાઈ વી.ચૌધરી, ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ એચ.ચૌધરી, મહામંત્રી તરીકે મુકેશભાઈ પંચાલ, સહમંત્રી તરીકે નરેન્દ્રભાઈ આચાર્ય અને સુરેશભાઈ પ્રજાપતી અને ખજાનચી તરીકે જૈમિનભાઈ મિસ્ત્રીની નિયુક્તી કરાઇ હતી.