શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે બાલકૃષ્ણ લીલાઓની ઝાંખી કરાઇ
મહેસાણા : મહેસાણા શહેરના અવસર પાર્ટી પ્લોટ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહના પાંચમા દિવસે કથાકાર રમેશભાઇ શાસ્ત્રીએ શ્રીકૃષ્ણની બાળ લીલાઓની વિવિધ પ્રસંગોનું ભક્તોને રસપાન કરાવ્યું હતું. આ પ્રસંગે અગિયાર ગામ કડવા પાટીદાર સમાજના પ્રમુખ અંબાલાલ પી.પટેલ પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. કથામાં શાસ્ત્રીજીએ ભગવાન શ્રીકૃષ્ણની બાલ્યાવસ્થા, ભગવાન શંકરએ લાલાના દર્શન માટેની હઠની કથા સાથે શંકર ભગવાના નૃત્યને રજૂ કર્યા હતા.