તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • અધૂરા શૌચાલયોના બિલ ચૂકવાઇ ગયા મુદ્દે કલેકટર જવાબ માગ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અધૂરા શૌચાલયોના બિલ ચૂકવાઇ ગયા મુદ્દે કલેકટર જવાબ માગ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનગરપાલિકાએ શહેરના સ્લમ વિસ્તારોમાં બનાવેલા શૌચાલયો પૈકી શંકરપુરા, દેલા વસાહત શૌચાલયો અધૂરા બન્યા હોવા છતા પાલિકાએ 30 લાખ રકમ ચૂકવી દીધી હોવાના દિવ્યભાસ્કરના અહેવાલને પગલે જિલ્લા કલેકટરે બુધવારે મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે મુદ્દે જવાબ માગી ડીએમઓને રૂબરૂ તપાસ કરવા સૂચના આપી છે.

મહેસાણાના શ્રમિક વિસ્તારમા ખુલ્લામાં શૌચક્રિયાએ જતા લોકોને અટકાવવા રાજ્યસરકાર દ્વારા અમલી યોજના અંતર્ગત છેલ્લા 3 વર્ષ દરમિયાન મહેસાણા નગરપાલિકાએ શહેરના વિવિધ શ્રમીક વિસ્તારોમાં એજન્સીઓ મારફતે શૌચાલયો બનાવ્યા હતા.જોકે, શૌચાલયોમાં કૌભાંડ અંગેની ઉઠેલી ફરિયાદો વચ્ચે દિવ્યભાસ્કરે રૂબરૂ તપાસ કરીને પ્રસિધ્ધ અનુસંધાનપાના નં-8

કરેલાઅહેવાલને પગલે બુધવારે જિલ્લા કલેકટર આલોકકુમાર પાંડેએ મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસરને બોલાવી સંબધે જવાબ માંગ્યો છે અને ડીઅેમઓને તપાસ સોંપી છે.આ અંગે કલેકટરે જણાવ્યું હતું કે , ચીફ અોફિસરને બોલાવીને સંબધે પુછ્યુ હતું.કેટલાક ટેકનીકલ ઇસ્યુ ધ્યાનમાં આવ્યા છે.હાલમાં ડીએમઓને ત્રણે જગ્યાઓ પર રૂબરૂ તપાસ કરવા સૂચન કરાયું છે.

ભાસ્કર ઇમ્પેક્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો