Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બહુચરાજીમાં હાર્દિકના જન્મદિને 163 બોટલ લોહી અેકત્ર કરાયું
પાટીદારનેતા હાર્દિક પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા તેમજ સમાજ કાજે શહીદ થયેલા પાટીદાર યુવાનોને અંજલી આપવાના ભાગરૂપે બુધવારે બહુચરાજીમાં યોજાયેલા મહા રક્તદાન કેમ્પમાં સર્વજ્ઞાતિના રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ 163 બોટલ રક્તદાન કર્યુ હતું.
બેચર- બહુચરાજી પાટીદાર પ્રગતિ યુવક મંડળ, બહુચરાજી તાલુકા પાટીદાર સમાજ અને જાયન્ટ્સ ગૃપના સંયુક્ત ઉપક્રમે વોલન્ટરી બ્લડ બેન્કમહેસાણાના શ્રેયાર્થે અહીંના ઉમિયા પથિકાશ્રમમાં યોજાયેલા મહારક્તદાન કેમ્પને માર્કેટયાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઇ લાટીવાળા અને દાતા ડો. માધુભાઇ પટેલના હસ્તે દીપ પ્રગટાવી ખુલ્લો મુકાયો હતો. કેમ્પમાં 163 બોટલ લોહી એકત્ર થયું હતું. પ્રસંગે પાસના કન્વીનર વરૂણ પટેલ, ઉ.ગુ.ના નરેન્દ્ર પટેલ, મહિલા કન્વીનર રેશ્મા પટેલે ખાસ હાજર રહી રક્તદાન કર્યુ હતું. કેમ્પને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ હર્ષદભાઇ એ. પટેલ, મંત્રી જીમીત પટેલ, જીતુભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ, જશુભાઇ કાપડિયા સહિત હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવી હતી.