તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણામાંથી નજીવી બાબતે મારામારીના બે બનાવ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાંથી નજીવી બાબતે મારામારીના બે બનાવ નોંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણામાધારા વિદ્યાલયની બહાર ફોન પર અપશબ્દો બોલવાના મામલે હુમલો કરનાર 3 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોધાયો હતો.જ્યારે જમીનના મામલે હુમલો કરનાર 6 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોધાયો હતો.

મહેસાણાના કસ્બા વિસ્તારમાં આવેલ દીન્દીવાસમાં રહેતા મોસીનખાન ઇસ્માલખાન પઠાણના મોબાઇલ પર બચ્ચન પટેલ અપશબ્દો બોલતો હોઇ તેઓ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો.દરમિયાન બચ્ચને મળવા બોલાવતા મોસીનખાન પઠાણ તેમના અન્ય મિત્ર સાથે ધારા વિદ્યાલય નજીક પહોચ્યા હતા.જ્યા હાજર બચ્ચન પટેલ ,દિનેશજી ઉર્ફે વેલી,જીતુજી હોલાજી ઠાકોરે બોલાચાલી કરી ધારીયા અને લોખંડની પાઇપ વડે હુમલો કર્યો હતો.જેમા માથામા ગંભીર ઇજા થયેલી હાલતમાં સારવાર માટે લઇ જવાયેલા મોસીનખાને શહેર બી ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોધાયો છે.

જ્યારે અન્ય એક મારામારીના કેસની વિગત એવી છે કે, રાધનપુર રોડ પર આવેલ દેવભૂમિ સોસાયટીમા રહેતા હિતેષકુમાર બાલસિંહ ઝાલાને મદારજી ઝાલા સાથે જમીન બાબતે લાબા સમયથી વિવાદ ચાલતો હતો.જેમાં મદારજી ગંભીરજી ઝાલા,ગોપાલજી મદારજી ઝાલા,ચેન્હુજી ફુલાજી ઝાલા અને રવાજી ફુલાજી ઝાલાએ ધારીયા વડે કરેલા હુમલામાં ઇજાગ્રસ્ત હિતેષકુમારે શહેર બી ડીવીજન પોલીસ મથકમાં ગુનો નોધાવતા પીએસઆઇ બી.જે.જોષીએ તપાસ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો