તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • વરસાદ થંભી જતા,તાપમાન વધ્યુ અને રહીશો બફારામાં અકળાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ થંભી જતા,તાપમાન વધ્યુ અને રહીશો બફારામાં અકળાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છેલ્લાકેટલાક દિવસોથી વરસાદ થંભી જતા તાપમાનની વધઘટમા પણ મોટો ઉતાર ચઢાવ શરૂ થઇ ગયો છે. મંગળવાર બાદ બુધવારે મહત્તમ તાપમાન 3 ડિગ્રી વધી જતા રહીશો બફારામા અકળાયા હતા. પવનની ગતિમા ઘટાડો અને અચાનક તાપમાનમા વધારાને કારણે બફારો વધી ગયાનુ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

એક સપ્તાહથી પણ વધુ સમયથી ધોધમાર વરસાદ થંભી ગયા બાદ છૂટાછવાયા ઝાપટાથી તાપમાનના મોટાપાયે વધઘટ થઇ રહી છે. છૂટાછવાયા વરસાદના સમયને બાદ કરતા મોટેભાગે મિનિ ઉનાળા જેવી સ્થિતિ સર્જાઇ છે. મંગળવારે મહત્તમ તાપમાન 31 ડિગ્રી હતુ જેમા બુધવારે એકસાથે 3ડિગ્રીનો વધારો થતા મહત્તમ તાપમાન 34 ડિગ્રી થઇ ગયુ હતુ જ્યારે પવનની ગતિ પણ અગાઉ 13થી14 કિમી પ્રતિ કલાકની હતી તે બુધવારે 10 કિમી પ્રતિ કલાક પર આવી જતા રહીશોને દિવસભર ઉકળાટ અને બફારો અનુભવાયો હતો. ચોમાસાની શરૂઆતથી હાલના દિવસો દરમ્યાન રહીશોને તાપમાન સરેરાશ 30ડિગ્રી અનુભવાયુુ હતુ જે સીધુ 34 ડિગ્રી પર આવી ગયા બાદ ગરમી અનુભવાઇ હોવાનુ હવામાન વિભાગના સુત્રોએ ઉમેર્યુ હતુ. આગામી અઠવાડિયા સુધી તાપમાન 32થી35 ડિગ્રી સુધી રાત્રેે ઠંડી અને દિવસે ગરમીનો મિશ્ર અનુભવ થશે.

આગામી અઠવાડિયા સુધી છૂટાછવાયા ઝાપટા પડશે

વરસાદનીઆગામી ચાલ બાબતે હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે, આગામી એક અઠવાડિયા સુધી ધોધમાર વરસાદની સંભાવના નહિવત છે જ્યારે છૂટાછવાયા ઝાપટા ચાલુ રહેશે. હાલમા લો-પ્રેસરની સિસ્ટમ અરબી સમુદ્ર અને રાજસ્થાન પાસે બની રહી છે જે કમસે કમ એક અઠવાડિયા બાદ વરસાદ આપી શકશે તેમ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો