તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • 27 વર્ષ જુનો કેસ : 21 વર્ષે ફેંસલો, 2 આરોપી, 29 સાક્ષી મૈયત : 1 નિર્દોષ

27 વર્ષ જુનો કેસ : 21 વર્ષે ફેંસલો, 2 આરોપી, 29 સાક્ષી મૈયત : 1 નિર્દોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણુંદમાં જવાહર રોજગાર યોજનાના ગોટાળા કેસનો ચિફ કોર્ટમાં ચુકાદો

પાટણતાલુકાના મણુંદ ગામે વર્ષ 1989/90માં જવાહર રોજગાર યોજના અને પાણીની પાઇપલાઇન સહીતના કામોમાં ઉચાપત અને ગેરરીતીના કેસનો 21 વર્ષ 1 માસ અને 18 દિવસે અત્રેની કોર્ટમાં ફેસલો થયો હતો . દરમ્યાન ત્રણ પૈકી સરપંચ અને એક તલાટીના મરણ થયા હોઇ તેઓ સામેનો કેસ એબેટ કરાયો હતો જ્યારે હયાત બીજા તલાટી સામે ગુનો પુરવાર થતાં તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકાયા હતા.

મણુંદના સરપંચ પદે પટેલ રામજીભાઇ મોરારભાઇ હતા ત્યારે તત્કાલીન તલાટી મંત્રીઓ ચૌધરી નાનજીભાઇ પ્રતાપભાઇ અને દરજી પરસોત્તમભાઇ દુર્લભરામ રહે. ધીણોજ સામે 1989/90માં જવાહર રોજગાર યોજનામાં રૂ 46092/50 પૈસાના અને હરીજનવાસમાં પાણીની પાઇપ નાખ્યા વગર રૂ.2587નો ખર્ચ રોજમેળમાં દર્શાવી નાણાનો દુરૂપયોગ કરાયાનો આક્ષેપ થયો હતો. વધુમાં જમીનમાં ગેરકાયદે ખેતી, પીવાના પાણીથી પીયત જેવા આક્ષેપો અંગે તત્કાલીન પાટણ ટીડીઓ ડી.એમ.ડોડીયાએ ફરીયાદ નોંધાવી હતી.

27 વર્ષ જુના આરોપોનો કેસ અત્રે ચિફ કોર્ટમાં મહેસાણા જિલ્લામાંથી તબદીલ થયો હતો જેની અંતીમ સુનાવણી થતાં ચિફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ મનોજભાઇ કોટક દ્વારા એક માત્ર હયાત આરોપી પરસોત્તમભાઇ દરજી સામે કેસ પુરવાર થતો હોઇ તેઓને કલમ 248 (1)અન્વયે આઇપીસી કલમ 408,409,477 એઅને 114 માં નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. જ્યારે રામજીભાઇ અને નાનજીભાઇ હયાત નહોઇ તેઓ સામેનો કેસ એબેટ કરાયો હતો.

કેસની રસપ્રદ હકીકત

કેસની21 વર્ષની લાંબી ઇનીંગમાં 16 પૈકી એકપણ સાક્ષીએ આરોપી વિરૂધ્ધ પુરાવોઆપ્યો નથી.ખોટા દસ્તાવેજોનો કોઇ પુરાવો રજુ થયો નથી. 49 સાક્ષીઓ પૈકી 29 ના મરણ થયેલા છે.અન્ય સાક્ષીઅો ફરી ગયેલા છે. તપાસ અધિકારી પીએસઆઇ સિંધી અને પાટણવાડીયાના પણ નિધન થયેલા છે તેમ કોર્ટે ચુકાદામાં ટાંકયું છે.

અન્ય સમાચારો પણ છે...