તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • એ.એસ. ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં ગુરૂપુર્ણિમાની ઊજવણી

એ.એસ. ચૌધરી મહિલા આર્ટસ કોલેજમાં ગુરૂપુર્ણિમાની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાનીએ.એસ.ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમસાયન્સ કોલેજમાં મહેસાણાની સાંસ્કૃતિક સમિતિ અને એન.એસ.એસ. ના અંતર્ગત ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમનો પ્રારંભ મોડક વૃષા અને પંડ્યા હિમાએ કર્યો હતો.તેમજ શાળાની વિદ્યાર્થીનીઓ સથવારા હિરલ, મકવાણા ચેતના અને કૌસર હીનાએ કબિરના દોહાનું ગાન કર્યું હતું અને ચૌધરી કિરણ અને પોકર હીનાએ ગુરૂપૂર્ણિમાનું મહત્વ અને ગુરૂ મહિમા વિશે સુંદર વિચારો રજૂ કર્યા હતા.ડો.અમૃતલાલ સુતરિયા,ડો.પ્રફુલ્લા શાહે ગુરૂ-શિષ્યના સંબંધોની ચર્ચા કરી હતી.સાર્વજનિક કેળવણી મંડળના સહમંત્રી મિલનભાાઇ, કેમ્પસ ડાયરેક્ટર શરદભાઇ વ્યાસ,પ્રિ. ડો.સુરેશભાઇ સ્ત્રીશિક્ષણ,ઉજ્જવળ કારકિર્દી,જન્મથી મૃત્યુ સુધીના સફરમાં ગુરૂની મહત્તા, ગુરૂ-શિષ્યોના સંબંધોની પારદર્શક્તા વિશે જ્ઞાનવર્ધક વ્યાખ્યાન આપ્યું હતું.આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન ડો.અન્જુ સુરાણા અને નરેન્દ્ર પટેલે કર્યું હતું.અને અંતે કાર્યક્રમની આભાર વિધિ પ્રા.માલવિકાબેન મહેતાએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...