તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

108ના 57 કર્મીઓની એસ્મા હેઠળ ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇમરજન્સી સેવામાં હડતાળ પાડી શકાય

ન્યાયનો જંગ | મહેસાણાના 2 કર્મીની બદલીને પગલે બુધવાર રાતથી જિલ્લાની 15 એમ્બ્યુલન્સનાં પૈડાં થંભી ગયાં

આવશ્યક સેવાના કાયદા હેઠળ ફરિયાદથી ભડક્યા, રેલીરૂપે પોલીસમથકે પહોંચ્યા: વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ

મહેસાણામાં108 એમ્બ્યુલન્સના 2 કર્મીઓની બદલીના નિર્ણયના વિરોધમાં હડતાળ પર ઉતરેલા જિલ્લાની 15 એમ્બ્યુલન્સના કર્મીઓ પૈકી 5 વિરુદ્ધ ગુરુવારે એસ્મા અંતર્ગત ફરિયાદ નોંધાતાં રોષ પ્રસર્યો હતો. જેના પડઘારૂપે 108ની 9 મહિલા સહિત 57 કર્મીઓ રેલી સ્વરૂપે બી ડિવિજન પોલીસ સ્ટેશન પહોંચી એસ્મા અંતર્ગત સામુહિક ધરપકડ વહોરી હતી. જોકે, આરોગ્યના મુદ્દે 108 દ્વારા સિંગલ એમ્બ્યુલન્સ ચલાવવાનો નિર્ણય લઇ 30 જેટલા પાયલોટ અને ઇએમટીને કામે લગાડ્યા છે.

મહેસાણા 108 એમ્બ્યુલન્સ સેવા સાથે જોડાયેલા ધર્મેન્દ્ર ઠાકોર અને દિનેશ રબારીને બુધવારે અમદાવાદ ટ્રેનિંગ દરમિયાન બદલીનો ઓર્ડર હાથમાં પકડાવી દેવાના મામલે જિલ્લાની 15 એમ્બ્યુલન્સોના પૈડાં બુધવારે રાતથી થંભાવી દેવાયા હતા. એક સાથે તમામ કર્મીઓ ગમે ત્યારે છુટા કરવા અને બદલીઓ સહિતના અત્યાચારના વિરોધમાં હડતાળ પર ઉતરી હાઇવેની મુખ્ય ઓફિસની બહાર ધરણાં પર બેસી જતાં 108ના અધિકારીઓ મહેસાણા દોડી આવ્યા હતા અને સમજાવટનો પ્રયાસ કર્યો હતો. મામલો હાથમાંથી સરકતો જોઇ ઉત્તર ગુજરાત પોગ્રામ મેનેજરે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં દિનેશ રબારી, ધર્મેન્દ્ર ઠાકોર, શૈલેષ પ્રજાપતિ, પ્રદિપ પટેલ, તેજાભાઇ દેસાઇ વિરુદ્ધ એસ્મા અંતર્ગત ફરિયાદ નોંધાવતાં પોલીસ તેમની ધરપકડ કરવા 108ની ઓફિસે પહોંચતાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. અધિકારીઓની કલાકોની સમજાવટ વચ્ચે ન્યાયિક માંગણીઓ સાથે 108ના 57 કર્મચારીઓ રેલી સ્વરૂપે બપોરે 3-28 કલાકે બી ડિવિજન પોલીસ મથકે પહોંચતાં તમામ વિરુદ્ધ એસ્મા અંતર્ગત ધરપકડ બાદ પોલીસ વાનમાં હેડ ક્વાર્ટર લઇ જવાયા હતા. જ્યાં તમામને રાત્રે રાખવા અશક્ય જણાતાં શુક્રવારે કોર્ટમાં હાજર થવાની શરતે મુક્ત કરાયા હતા. જ્યારે 108ના અધિકારીઓએ એમ્બ્યુલન્સ સિંગલ સાઇડ ચલાવવાનો નિર્ણય લઇ 30 ઇએમટી અને પાયલોટ મૂક્યા હતા, જેમાં આરોગ્ય વિભાગના ડ્રાઇવરોની મદદ લેવાઇ છે.

^કાયદા મુજબ 108 સેવામાં કોઇ કર્મચારી હડતાળ પાડી શકે નહીં. તમામને સમજાવવા પ્રયાસ કરાયા હતા. છતાં માનતા ફરિયાદ નોંધાવવી પડી હતી. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓની સામે અમે 120 કર્મીઓ તૈયાર રાખ્યા છે. > સતીષપટેલ, ગુજરાતઓપેરશન હેડ

2 કર્મચારીઓની અચાનક બદલીથી રોષે ભરાયેલા જિલ્લાની 15 એમ્બ્યુલન્સના ઇએમટી અને ડ્ાઇવરોએ બુધવારે રાતે જિલ્લા ઓફિસે ગાડીઓ મૂકી દીધી હતી. ગુરુવારે બપોરે 108ની ઓફિસેથી રેલી સ્વરૂપે બી ડિવિજન પોલીસ મથકે પહોંચી 57 કર્મચારીઓએ ધરપકડ વહોરી હતી. તસવીર- પ્રમોદ શાહ

એસ્મા લગાડતાં સામો પ્રશ્ન, રાત્રે 12 કલાક સેવા બંધ રાખનાર વિરુદ્ધ કાયદો લાગે?

અમારાકયા 47 મુદ્દાઓનું નિરાકરણ લાવ્યા તે અધિકારીઓ પહેલાં બતાવે. રાત્રિના સમયે આરોગ્ય સેવાની ખાસ જરૂરિયાત હોય અને તે સમયે ઇમરજન્સી સેવા બંધ કરી દેનારા 108ના અધિકારીઓ વિરુદ્ધ એસ્માનો કાયદો લાગે ωતેવો કર્મીઓએ સવાલ ઉઠાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...