સોના-ચાંદી બજાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
22કેરેટ પાછલા 26,950

ચાંદી~38,100 400

પાછલા38,500

મહેસાણા |ભારત સરકારના સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રાલયની અધિસૂચના અનુસાર થરા, ભાભર, રાધનપુર, કમાલપુર, ખાખલ, રોડા, દુનાવાડા, પાટણ, ચાણસ્મા, મહેસાણા, ખેરવા, ગોઝારિયા, સમૌ, ચરાડા, કુવાદર રસ્તાને રાષ્ટ્રીય ધોરીમાર્ગ 68 ઘોષિત કરાયો છે. ધોરીમાર્ગનો હવાલો કાર્યપાલક ઇજનેર, સરકારી પોલિટેકનિક કેમ્પસ અમદાવાદને સુપ્રત કરાયો છે.

નવો રાષ્ટ્રીય ધોરી માર્ગ 68 જાહેર કરાયો

મહેસાણા |મહેસાણા શહેરમાંથી પસાર થતા હાઇવે પર ટ્રક, ટર્બો, ડમ્પર, ટ્રેલર સહિતના ભારે વાહનો પસાર ના થાય તે માટે અધિક કલેકટર રમેશ મેરજાએ ડાયવર્ઝન આપવાનો આદેશ કર્યો છે. જે અમદાવાદથી પાલનપુર જતા, પાલનપુરથી અમદાવાદ જતા, બેચરાજી તરફથી આવતા અને અમદાવાદ પાલનપુર તરફ જતા, મોઢેરા તરફથી આવતા અને અમદાવાદ પાલનપુર તરફ જતા, રાધનપુર તરફથી આવતા અને અમદાવાદ-પાલનપુર જતા ભારે વાહનોને ડાયવર્ઝન અપાયું છે.

મહેસાણાથી પાલનપુર જતા ભારે વાહનોને ડાયવર્ઝન

પૂર્વાનુમાન |તાપમાનમાં વધારા સાથે ગરમી વધવાની સંભાવના.