• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણામાં રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો રમતો બુકી ઝબ્બે

મહેસાણામાં રહેણાંક મકાનમાં ક્રિકેટ સટ્ટો રમતો બુકી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાના રાધનપુર રોડ પર આવેલી પાર્થના વિહાર સોસાયટીના મકાનમાં બેસીને ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ટ્વેન્ટી- 20 ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમી રહેલા બુકીને મહેસાણા એલસીબી પોલીસે રૂ.4140 રોકડ, મોબાઇલ, ટીવી, લેપટોપ સહિત કુલ રૂ.65,140ની મત્તા સાથે ઝડપી લીધો હતો. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે.

મહેસાણાાના રાધનપુર રોડ પર તિરૂપતી શાહીબાગ સોસાયટીની પાછળ આવેલી પાર્થના વિહાર સોસાયટીમાં મકાન નંબર બી /39માં રહેતો અને મૂળ બલોલનો ધર્મેન્દ્ર માધુભાઇ પટેલ ઓસ્ટ્રેલિયામાં રમાતી બીગબેસ સિરીઝમાં બુધવારે મેલબોર્ન સ્ટાર અને સીડની સિક્સરની ટીમો વચ્ચે રમાઇ રહેલી ટ્વેન્ટી-20 ક્રિકેટમેચ પર સટ્ટો રમી રહ્યો હોવાની બાતમી મહેસાણા એલસીબીને મળી હતી. જેના આધારે એલસીબી પીએસઆઇ વાય.જે. રાઠોડ, નરેન્દ્ર સોઢા, વિરેન્દ્રસિંહ સહિત સ્ટાફે અહીં રેડ કરી હતી. તે દરમિયાન મકાનના પ્રથમ રૂમમાં ટીવી સામે બેસીને મોબાઇલ પર લીધેલા ભાવને આધારે સટ્ટો રમતો ધર્મેન્દ્ર માધુભાઇ પટેલ રોકડ રૂ. 4140, મોબાઇલ-3, ટીવી, લેપટોપ મળી કુલ રૂ. 65,140ની મત્તા સાથે મળી આવ્યો હતો. ક્રિકેટસટ્ટા અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ઝડપાયેલા સટોડિયાના મોબાઇલો આધારે તપાસ લંબાવી છે.

બલોલના શખસની 65,140ની મત્તા સાથે ધરપકડ
અન્ય સમાચારો પણ છે...