તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • એક્ઝોટીકા શાળા કેન્દ્રની પશ્ચાતાપ પેટીમાંથી તાલુકા મથકે પરીક્ષા લેવાના સુચનો નિકળ્યાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્ઝોટીકા શાળા કેન્દ્રની પશ્ચાતાપ પેટીમાંથી તાલુકા મથકે પરીક્ષા લેવાના સુચનો નિકળ્યાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાશહેરમાં રાધનપુર હાઇવે પર આવેલ એક્ઝોટીકા સાયન્સ સ્કૂલ કેન્દ્રમાં બોર્ડ પરીક્ષાના જિલ્લાના એક ,બે વિષયમાં નાપાસ થયેલા રીપીટર ,એક્સટર્નલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવી રહ્યા છે.જ્યાં કાપલીઓ નાંખવા માટેની પશ્ચાતાપ પેટીમાંથી કાપલીઓ નહિ પણ જેતે તાલુકાના પરીક્ષાર્થીઓની તેમના તાલુકા મથકે પરીક્ષા લેવી જોઇએ તેવા 10થી વધુ લેખિત સુચનો નિકળ્યા હતા. મોટાભાગે શાળા કેન્દ્રોમાં પશ્ચાતાપ પેટી કાપલી વગર ખાલીખમ રહેવા પામી છે.

જોકે રેગ્યુલર વિદ્યાર્થીઓ કાપલીના દુષણથી દૂર રહીને મુક્ત મને પરીક્ષા આપતા હોય છે. જ્યારે રીપીટર ,એક્ટર્નલ કે જેમને પાસ થવાની ગણતરી હોય તે પૈકીના પરીક્ષાર્થીઓ શર્ટ,પેન્ટના અંદરના ખિસ્સા,બુટમાં કાપલી સંતાડીને આવતા ઝપટે આવી રહ્યાનું શાળા કેન્દ્રોના સુત્રોએ જણાવ્યુ હતું.

મહેસાણા એક્ઝોટીકા જુ.સાયન્સ સ્કુલ કેન્દ્રમાં 15 બ્લોકમાં 450 પરીક્ષાર્થીઓની બેઠક છે. જેમાં જિલ્લાના વિવિધ વિસ્તારમાંથી ખાનગી, રીપીટર, આઇસોલેેટેડ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. સ્થળ સંચાલક જેઠાભાઇ પટેલે કહ્યુ કે, તાલુકા મથકે પરીક્ષા લેવી જોઇએ તેવા 10થી 15 સુચનો પ્રશ્નપેટી ખોલતા નિકળ્યા હતા.દૂરના અંતરેથી અહિયા પહોંચવા અને પરત જવામાં મુશ્કેલી પડતી હોઇ આવા સુચનો કરેલા જણાય છે. કર્વે સ્કુલના પ્રિ.છગન પટેલે કહ્યુ કે,હવે કાપલીવાળુ દુષણ ઘટી ગયુ છે.

સીસી કેમેરાની વિદ્યાર્થીઓ,વાલીઓની ખબર હોય છે.જે એમ ચૌધરી સાર્વજનીક સ્કુલની પશ્ચાતાપ પેટી પણ કાપલી વગર ખાલીખમ હતી.

વિદ્યાર્થીઓને મહેસાણા કેન્દ્ર ફાળવાયેલુ હોવાથી પરીક્ષા ટાણે સુચનો મૂકતાં ગયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો