તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણાની સત્યમ્ અને ગાંધીનગરની કે.આર. સવાણી કન્સ્ટ્રકશન કંપની પાસેથી વધારે ચૂકવાયેલા નાણાં 18 ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાની સત્યમ્ અને ગાંધીનગરની કે.આર. સવાણી કન્સ્ટ્રકશન કંપની પાસેથી વધારે ચૂકવાયેલા નાણાં 18 ટકા દંડનીય વ્યાજ સાથે વસુલાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બેઠક કુલપતિ ડો.બી.એ. પ્રજાપતિના અધ્યક્ષ પદે મળેલી ઇસીની બેઠકમાં વર્ષ 2011-12 માં સત્યમ્ કન્સ્ટ્રકશન મહેસાણા દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં બનાવેલા કન્વેન્શન સેન્ટર, આર્કિટેક ફેઝ- 2 તેમજ સિલ્વર જ્યુબીલીપાર્કની કામગીરીમાં વધારે કામો દર્શાવી ગેરરીતી કરાઇ હતી.

કે.આર.સવાણી કન્સ્ટ્રકશન ગાંધીનગર ધ્વારા બનાવેલ ગેસ્ટ હાઉસની કામગીરીમાં ગેરરીતી આચરી હતી જેને લઇ પૂર્વ સચીવ પી.કે.લહેરીના નેતૃત્વમાં રચાયેલી ઇન્કવાયરી કમીટીના રીપોર્ટ ગત કારોબારી સભામાં રજુ કરાયા હતા પરંતુ ઇજારદારોએ અસંમતિ દર્શાવતા માપ ફરીથી તેમને સાથે રાખી લઇ તેઓની સહિઓ લેવાઇ હતી જે પુન:માપણીમાં કન્વેન્સન સેન્ટરની કામગીરીમાં રૂ.1,21,30,470 ,આર્કિટેક ફેજ- 2 માં રૂ.38.64292.22 ,તેમજ ગેસ્ટ હાઉસના કામમાં 1075392.72 મળી કુલ રૂ. 1.86.05122.61 વધુની રકમ ચાઉ કરી જવાઇ હતી. કોન્ટ્રાકરો સાથે ઇજનેર ભૂપેન્દ્ર પટેલ અને કિરીટ ગજજરે ખોટા મેજરમેન્ટ બનાવી ગેરરીતીમાં ભાગ ભજવેલ હોય જેને લઇ ઇસીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઇ યુનિવર્સિટીના બન્ને ઇજનેરોને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયા છે છે.ગેરરીતી આચરનારા સત્યમ કન્ટ્રકશન મહેસાણા તેમજ ગેસ્ટહાઉસનું કામ કરનાર કે.આર.સવાણી કન્ટ્રકશન ગાંધીનગરને વધારાના નાણાની રકમ 18 ટકા દંડનીય વ્યાજ સાથે જમા કરવવા નોટીસો આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો