તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપુરમાં બે જુથ સામસામે આવી ગયા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજપુરગામે વ્યાજે લીધેલા નાણા પરત કરવાના મુદ્દે બે જુથ વચ્ચે થયેલા હુમલામાં 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી.

રાજપુર ગામના પરેશભાઇ જ્યંતિભાઇ પરમારની માતા હંસાબેને ગામમા રહેતા મહેશભાઇ ડુસાભાઇ પાસેથી રૂ 50હજાર વ્યાજે લીધા હતા.જે નાણાની ઉઘરાણી મામલે સોમવારે સાંજે 5 વાગ્યે તેઓ વચ્ચે બોલાચાલી થતાં બન્ને પક્ષો આમને સામને આવી ગયા હતા.જેમા સામસામે થયેલા હુમલામા 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી.મહેશભાઇ ડુસાભાઇ સોલંકીએ નટવરભાઇ પ્રહલાદભાઇ પરમાર સહિત 16 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોધાવ્યો હતો.જ્યારે સામે પક્ષે પરેશભાઇ જ્યંતિભાઇ પરમારે મહેશભાઇ ડુસાભાઇ સોલંકી સહિત 6 વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોધાવતા પીઆઇ વી.જે.જાડેજાએ તપાસ હાથધરી છે.

કોનીવિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ

નટવરપરમાર, પરેશ પરમાર, કિરીટ પરમાર, નિલેશ પરમાર, હર્ષદભાઇ પરમાર, કૌશિકભાઇ પરમાર, ભાર્ગવભાઇ પરમાર, કૃણાલભાઇ પરમાર, હિમાંશુ પરમાર , હંસાબેન પરમાર, ઉર્મીલાબેન પરમાર, નિર્મલાબેન પરમાર, મમતાબેન પરમાર, જાગૃતિબેન પરમાર, શિલ્પાબેન પરમાર, ચંદ્રીકાબેન પરમાર, મહેશ, રાજેશ, પ્રતીક, કૃણાલ, ધિરેશ સોલંકી, દિપક સોલંકી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો