તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • છાતીમાં 25 વખત અપાયેલ શોકને કારણે કેટલોક ભાગ દાઝીગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છાતીમાં 25 વખત અપાયેલ શોકને કારણે કેટલોક ભાગ દાઝીગયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાનાખાનગી દવાખાનામા લિફ્ટમા પગ મુંકતા હ્રુદયનો દુ:ખાવો ઉપડતા સમીના દાદકાગામના 45 વર્ષના યુવાનને તબીબે ઓપરેશન થિયટરમાં 30 મીનીટ મા આપેલા 25 જેટલા શોક અને પમ્પીગ દ્વારા નવજીવન મળ્યાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.તબીબના કહેવા મુજબ એક નળી 100 ટકા બ્લોક હોવાના કારણે હ્રુદય રોગનો હુમલો આવ્યો હતો.નોંધનીય છે કે, મહેસાણા જિલ્લામા હ્રુદય રોગના હુમલામા દશ દિવસમાં 6 વ્યક્તિઓના મોત નિપજ્યાનું જાણવા મળેલ છે.

હ્રુદય બંધ થયા બાદ પાંચ થી 10 મીનીટમા તે કાર્યરત થવાના અનેક કિસ્સા છે પરંતુ મહેસાણા આવેલા દાદકાના 45 વર્ષના અંબારામભાઇ ખોડાભાઇ દરજીનું 30 મીનીટ બાદ હ્રુદય પુન: ધબકતુ થયાનો કિસ્સો પ્રકાશમા આવ્યો છે.અંબારામને બન્ને હાથોમા દુ:ખાવની ફરિયાદ ઉઠતા સમીના પાટણના તબીબોની સારવાર લીધી હતી.

જોકે, તબિયતમા સુધારો જણાતા મહેસાણાની ખાનગી હોસ્પિટલમા આવેલા અંબારામ લિફ્ટમા જઇ રહ્યા હતા તે સમયે અચાનક હ્રુદયરોગનો હુમલો આવતા તાત્કાલિક ઓપરેશન થિયટરમા લઇ જવાયા હતા.

અહી તબીબે બંધ પડેલુ હ્રુદય પુન: યંત્રવત કરવા 30 મીનીટ સુધી દર્દીના છાતીમા 25 જેટલા શોકઆપી પમ્પીગ કર્યુ હતું.જેને કારણે અંબારામનું હ્રુદય પુન: ધબકતુ થતા તબીબે તેમનું એન્જ્યોગ્રાફી કરી 100 ટકા બંધ નળીઓ ખોલી નાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો