તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • 1995માં હિંમતનગરથી પ્રથમ જાદુના શોથી શરૂઆત કરી હતી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1995માં હિંમતનગરથી પ્રથમ જાદુના શોથી શરૂઆત કરી હતી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાબરકાંઠાનાવતની અને 22 વર્ષથી જાદુગરની દુનિયાના બેતાજ બાદશાહ કરણ જાદુગરે તેમની જાદુની અવનવી કળાઓથી મહેસાણાના પ્રેક્ષકોને ખુબ મનોરંજન પુરૂ પાડ્યું છે. વર્તમાનઁ સમયમાં એક તરફ ફિલ્મો સિનેમાઘરોમાં એક સપ્તાહ કે બે સપ્તાહ સુધી ચાલતી હોય છે.

મહેસાણાના રાધનપુર રોડ તિરૂપતિ શાહીબાગ સામેના ગ્રાઉન્ડમાં એક મહિનાથી સતત કરણ જાદુગરે તેમની જાદુના શ્રેષ્ઠ કળાઓ રજુ કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી મનોરંજન આપી રહ્યા છે. કરણ જાદુગર તેમના જાદુના સ્ટેજ પરથી કાર તથા મહાકાય પ્રાણી ગાયબ કરવા, કટરથી શરીરના બે ભાગ કરવા તેમજ અરીસામાંથી આરપાર પસાર થવું જેવી વિવિધ કળાઓ પ્રેક્ષકો સામે રજુ કરી જાદુઇ શક્તિનો અહેસાસ કરાવ્યો છે.

કરણ જાદુગરે વર્ષ 1995માં હિંમતનગરથી પોતાના પ્રથમ જાદુના શોથી શરૂઆત કરી હતી. જેમાં જયારે પહેલા શોની આવક રૂ. 3835 હતી. પ્રથમ શોની સફળતા બાદ અાત્મવિશ્વાસમાં વધારો થતાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશની ધરતી ઉપર જાદુના 18200 થી વધુ શો કરી ચુક્યા છે. જયારે વર્ષમાં માત્ર એક થી બે મહિના જેટલો સમય પોતાના પરિવાર માટે ફાળવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો