તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • શરીર ઉપર ગંદુ નાખી ટાબરિયો 80 હજાર ભરેલી થેલી લઇ નાઠો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરીર ઉપર ગંદુ નાખી ટાબરિયો 80 હજાર ભરેલી થેલી લઇ નાઠો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટીબી રોડ પર આવેલ શાંતિનાથ ફ્લેટના વિભાગ-3મા રહેતા મહેન્દ્રભાઇ મણીલાલ ભાવસાર મંગળવારે સ્કુટર લઇને બેંકમા રૂ 80 હજાર ભરવા આઝાદચોક વિસ્તારમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક શર્ટમા ભમરી જેવુ કરડતા ખજવાડ ઉપડી હતી. ખજવાડની સમસ્યા સાથે કૃષ્ણના ઢાળમાં આવેલ ર્ડો રમેશભાઇના દવાખાને પહોચેલા મહેન્દ્રભાઇ કેસ કઢાવ શર્ટ અને રોકડ ભરેલી કપડાની થેલી કમ્પાઉન્ડરના રૂમમાં ટેબલ પર મુંકીને નજીકમા ઇન્જેકશન લેવા ગયેલ.દરમિયાન અચાનક અહી આવેલો 10 વર્ષનો ટાબરીયો રૂ 80હજાર ભરેલી થેલી લઇને ભાગ્યો હતો.જેને જોઇને મહેન્દ્રભાઇ ચોર..ચોરની બુમરાડ મચાવતા તેમની સાથે દર્દીઓ અને ર્ડોકટરનો સ્ટાફ પણ દોડ્યો હતો.જોકે, રોકડ કે ટાબરીયો હાથમા આવતા શહેર ડીવીજન પોલીસને જાણ કરી હતી.જેમાં ઘટના સ્થળે પહોચેલ ડી સ્ટાફે સાર્વજનીક સ્કુલ અને ગોવિંદ મહાદેવના મંદિરની બહાર લગાવેલા સીસી કેમેરામા ચકાસણી કરી હતી પરંતુ કાઇ હાથમા આવતા પોલીસે ફરિયાદ નોંધવાનુ ટાળી મહેનદ્રભાઇનો રોકડ ભરેલી થેલીમા મુંકેલ મોબાઇલને આધારે તપાસ કરી હતી.

ટાબરીયાને રોકુ તે પહેલા ભાગી ગયો : ભગુભાઇ (કમ્પાઉન્ડર)

શરીર પર ખુજલી આવતી હોવાની ફરિયાદ કરનાર દર્દી થેલી ટેબલ પર મુંકીને ઇન્જેકશન લેવા ગયા ત્યારે 10 વર્ષનો છોકરો થેલી ઉઠાવીને પાછળના રસ્તે ભાગ્યો ત્યારે અલા થેલી લઇને ક્યા જાય છે તેવુ પુછ્યુ પણ ખરૂ પરંતુ થેલી મારી છે તેમ કહેલ.

કૃષ્ણના ઢાળે દવાખાનામાંથી સ્ટુડિયો માલિકની થેલી ગાયબ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો