તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • અર્બન બેંકના વહીવટથી અસંતુષ્ટ ડિરેકટર અજીત પટેલનું રાજીનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અર્બન બેંકના વહીવટથી અસંતુષ્ટ ડિરેકટર અજીત પટેલનું રાજીનામું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાઅર્બન કો ઓપ બેન્ક લી.નો વહીવટ આર બી આઇના નિયમો અને સરક્યુલર મુજબ ચાલતો નથી તેવા આક્ષેપો સાથે બેંકના વહીવટથી અંસતુષ્ટ અજીતકુમાર ટી. પટેલે બોર્ડ ઓફ ડિરેકટરપદેથી રાજીનામું આપતાં ખળભળાટ મચી ગયો છે.

બેંકમાં વર્ષ 2015થી 2018 સુધીની ટર્મ માટે ચુંટાયેલા ડીરેકટર અજીતકુમાર પટેલે પાંચ જેટલા કારણો સુચવીને બેંકના ડીરેકટર પદેથી ચેરમેનને રાજીનામુ આપી દીધી હતું.જેમાં તેમણે જણાવ્યુ હતું કે, બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીગમાં રજુ કરેલ આર બી આઇના ઇન્સપેકશન રીપોર્ટ પરથી લાગે છે કે બેન્કનો વહીવટ આરબીઆઇના નિયમો અને સરક્યુલર મુજબ ચાલતો નથી.તેમણે ચીફ એક્ઝીક્યુટીવ સામે પણ આક્ષેપો કરતા સવાલો ખડા કર્યા છે.બેન્ક પાસે માગેલી માહિતી આપતા નથી સહિતના આક્ષેપો આગળ ધરીને ડીરેકટરપદેથી રાજીનામુ ધરી દેતા બેંકીગક્ષેત્રે ચર્ચાનો દૌર થવા લાગ્યો છે.

જોકે અંગે બેન્કના બોર્ડ ઓફ ડિરેકટરના ચેરમેન જી. કે. પટેલે જણાવ્યુ કે, આક્ષેપો તથ્ય વગરના છે. ખોટી વાતો છે. બેંકનો વહીવટ સર્વાનુમતે ચાલે છે. આરબીઆઇ મોનીટરીગ કરે છે. બેંકનો ગ્રોથ અને વિકાસ થઇ રહ્યો છે. કોઇ બીજાના એકાઉન્ટની માહિતી આપી શકાય.

વહીવટ અંગે આક્ષેપોથી ખળભળાટ

વહીવટ અંગેના આક્ષેપો તથ્ય વિનાના : ચેરમેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો