તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • પાંચોટના સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત સામે હાઇકોર્ટનો મનાઇહુકમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચોટના સરપંચ સામે અવિશ્વાસ દરખાસ્ત સામે હાઇકોર્ટનો મનાઇહુકમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંચોટનાગ્રામ પંચાયતના મહિલા સરપંચ સામે રજૂ કરાયેલી અવિશ્વાસ દરખાસ્ત સામે હાઇકોર્ટે મૌખિક મનાઇહુકમ આપી 6 એપ્રિલે સુનાવણી હાથ ધરવા હુકમ કર્યો છે.

મહેસાણા તાલુકાના પાંચોટ ગામની ગ્રામ પંચાયતમાં સરપંચ સામે નવ સદસ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવ અંગે રજૂઆત કરી હતી. જોકે, પ્રસ્તાવ બાબતે સરપંચે હાઇકોર્ટમાં પીટીશન કરી હતી. જેમાં 16 માર્ચે હાઇકોર્ટના ઓરલ ઓર્ડરથી મનાઇ હુકમ આપેલ છે અને સુનાવણી તા.6 એપ્રિલના રોજ રાખવામાં આવી છે. જેથી ગ્રામ પંચાયતની મીટીગ બોલાવવાની રહેતી નથી તેમ સરપંચ દ્વારા તલાટીને પત્ર કરાયો હતો. જેને લઇને તાલુકા વિકાસ અધિકારીને વિગતે રિપોર્ટ થયો છે. અંગે મહિલા સરપંચ કાન્તાબેનના પતિ દશરથભાઇ પટેલે કહ્યુ કે, હાઇકોર્ટે ઓરલ મનાઇ હુકમ આપ્યો છે, એટલે અવિશ્વાસ પ્રસ્તાવ બાબતે બેઠક બોલાવવાની રહેતી નથી, જે અંગે તલાટીને જાણ કરવામાં આવી છે.

મહિલા સરપંચે દાખલ કરેલી પિટીશનમાં મૌખિક હુકમ કરાયો, હવે 6 એપ્રિલે સુનાવણી હાથ ધરાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો