તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમૂલ્ય પાણીને રીતે પણ બચાવી શકાય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા જિલ્લાવાસીઓ રોજ 3 કરોડ લિટર પાણી વેડફી નાખે છે

મહેસાણાજિલ્લાના અંદાજીત 19 લાખ જેટલા નાગરિકોને દરરોજ 30 કરોડ લિટર જેટલું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. તે પૈકી 10 ટકા એટલે કે 3 કરોડ લિટર જેટલા પાણીનો દુરુપયોગ થતાં વેડફાઇ રહ્યું છે.

જિલ્લાના ધરોઇ, નર્મદાની જુદીજુદી જુથ યોજનાઓ તથા પાણીના બોર દ્વારા જિલ્લાના 10 તાલુકાના 601 ગામડા અને 7 શહેરોના અંદાજીત 19 લાખ જેટલા જિલ્લાવાસીઓને આશરે 2681 કિમી લાંબી પાઇપ લાઇન દ્વારા દરરોજ સરેરાશ 30 કરોડ લિટર જેટલું પાણી પુરૂ પાડવામાં આવે છે. તેની સામે રોજનું 3 કરોડ જેટલું પાણી વેડફાઇ રહ્યું છે. જો માથાદીઠ પાણીનો બગાડ જોઇએ જિલ્લાના પ્રત્યેક વ્યક્તિ સરેરાશ 15 લીટરથી વધુ પાણીનો પ્રતિદીન બગાડ કરી રહ્યા છે. જો દરરોજ જે પાણી વેડફાઇ રહ્યું છે તેનો સંગ્રહ કરવામાં આવે તો 30 દિવસમાં એક દિવસ ચાલે તેટલું પાણી બચાવી શકાય છે.

વિશ્વજળ દિવસ કેમ ઉજવાય છે

વિશ્વમાંઘટતા જતા પાણીના સ્ત્રોતોને ધ્યાને રાખી યુએન દ્વારા પ્રથમ વખત 1993 થી 22 માર્ચ ને વિશ્વ જળ દિવસ તરીકે ઉજવાનું શરૂ કરાયું હતું. ત્યાર બાદ જળના મહત્વને ધ્યાને લઇ વિશ્વના તમામ દેશો પ્રત્યેક વર્ષની 22 માર્ચે વિશ્વ જળ દિવસ તરીકે ઉજવી જળ અંગે લોકજાગૃતિ લાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

{ ચોમાસામાં વહી નકામા જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવો.

{ નળ ચાલુ રાખી કપડાં કે વાસણ ધોવા બેસો.

{ કપડાં કે વાસણ ધોવાની એવી વ્યવસ્થા કરવી કે તેનું પાણી સીધુ ફુલછોડને મળી રહે જેથી ફુલ-છોડ માટે વધારાની પાણીની જરૂર પડે.

{ નાહવા કે બ્રશ કરો ત્યારે પાણીનો નળ સતત ચાલુ રાખવો, જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો