• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ગાંધીનગર શહેરનાં માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માતોમાં મંગળવારે

ગાંધીનગર શહેરનાં માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માતોમાં મંગળવારે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર શહેરનાં માર્ગો પર વધી રહેલા માર્ગ અકસ્માતોમાં મંગળવારે ચ માર્ગ પર બે રિક્ષા સામ સામે અથડાતા મહેસાણાનાં કુકરવાડાનાં રહેવાસી 60 વર્ષિય વૃધ્ધાનું મોત થયુ હતુ. સેકટર 21 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર મહેસાણાનાં કુકરવાડાનાં રહેવાસી મંગુબેન માનાભાઇ પરમાર તથા તેમનો પુત્ર મહેશ મંગળવારે અમદાવાદ ઇન્ટકમટેક્ષની કચેરી ખાતે પેન્શનની પ્રક્રીયા સબબની કામગીરી માટે કુકરવાડાથી રિક્ષા કરીને ગયા હતા. બપોરે 2.30 વાગ્યાનાં અરસામાં અમદાવાદથી કામગીરી પતાવીને રિક્ષા માફરતે ગાંધીનગર શહેરમાંથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ચ-6 પાસે સામેથી આવતી રિક્ષા નં જીજે 18 એક્સ 7177નાં ચાલકે પોતાની રિક્ષા ગફલતભરી રીતે ચલાવીને આ રિક્ષા સાથે અકસ્માત સર્જતા મંગુબેનને ગંભીર ઇજાઓ પહોચી હતી. મંગુબેનને તાત્કાલીક ગાંધીનગર સિવિલમાં સારવારમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ. તેમનાં પુત્ર મહેશે આ અંગે ફરીયાદ નોંધાવી હતી. ત્યારે પીએસઆઇ ખરચરીયાએ આ દિશામાં તપાસ હાથ ધરીને અકસ્માત સર્જનાર કોલવડાનાં રિક્ષા ચાલક વિક્રમજી વાઘેલાને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...