તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા ડિઝાસ્ટરનો સામાન છત પર 1 વર્ષથી ધૂળ ખાઇ રહ્યો છે : અધિકારીઓ ચકાણી કરશે

મહેસાણા ડિઝાસ્ટરનો સામાન છત પર 1 વર્ષથી ધૂળ ખાઇ રહ્યો છે : અધિકારીઓ ચકાણી કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાબહુમાળી ભવનની ડિઝાસ્ટર શાખાની છત પર લોંખડની એંગલો સાથેનો સામાન એક વર્ષથી વણવપરાયેલો પડી રહ્યો છે.જે ઉનાળાના તાપ પછી ચોમાસામાં વરસાદી પાણીથી કાટ ખાઇ રહ્યો છે પરંતુ હજુ તેનો યોગ્ય નિકાલ કરવામાં તંત્ર નિદ્રાધિન રહ્યુ છે.ટેન્ટ બાંધવા માટેનો સામાન હોવાનું તંત્ર જણાવી રહ્યુ છે. જે ગાંધીનગર ડિઝાસ્ટર સેન્ટરથી ફાળવાયેલો છે, તેના નિકાલ માટે સ્થાનિક તંત્ર દ્વારા સાતથી વધુ વખત ગાંધીનગર કચેરીએ પત્ર લખ્યા બાદ તાજેતરમાં વર્ગ 1 કક્ષાના અધીકારી રાહે સામાન ઉપયોગ કરવા લાયક છે કે કેમ તેની ચકાસણી કરી યોગ્ય નીકાલ કરવા સુચવાયુ છે. જેને પગલે મહેસાણા પ્રાન્તઅધિકારીને સામાનની ચકાસણી કરી રીપોર્ટની કામગીરી સોપવામાં આવી છે.આ અંગે અધિક નિવાસી કલેકટર રમેશ મેરજાએ જણાવ્યુ હતું કે,પ્રાન્ત અધીકારીને સામાનની ચકાસણી કરાવવા જવાબદારી સોપાઇ છે.જે રીપોર્ટ આવ્યે યોગ્ય કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...