તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ફુવારા સર્કલ માનવઆશ્રમ રોડ પર સ્ટ્રીટલાઇટ બંધ રહેતા અંધારપટ્ટ

ફુવારા સર્કલ-માનવઆશ્રમ રોડ પર સ્ટ્રીટલાઇટ બંધ રહેતા અંધારપટ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે દિવસથી લાઇટમાં ફોલ્ટ સર્જાતાં બલ્બ બંધ

મહેસાણાનાફુવારા સર્કલે ગુરુવારે રાત્રે હાઇમાસ્કપાવરની લાઇટ બંધ હાલતમાં રહેતા ગણેશચર્તુર્થીએ દર્શનાર્થે આવેલા શહેરીજનોને અંધારામાં હાલાકીઓ સર્જાઇ હતી. અહિયા બે રાત્રીથી લાઇટમાં ફોલ્ટ સર્જાયેલ હોઇ રાત્રે અંધારપટ્ટ છવાયેલુ રહે છે. જ્યારે માનવઆશ્રમ રોડ પર ચિરાગ પ્લાઝા પાસે છેલ્લી ત્રણ રાત્રી સ્ટ્રીટલાઇટ બંધ રહેતા અંધારપટ્ટથી રાહદારીઓ અને વાહનચાલકોને પસાર થવામાં રસ્તાની બંન્ને સાઇડ કરાયેલ ખાડાનો ભય સતાવી રહ્યો છે. ત્યારે સત્વરે બંધ સ્ટ્રીટલાઇટ મરામત કરી ફરી રાત્રે અજવાણા પાથરતી કરવા માંગ ઉઠવા પામી છે.

મહેસાણા શહેરના ફુવારા સર્કલ આગળ હાઇ પોલ પર 400વોટના બલ્બ લગાવેલા છે. પરંતુ ફોલ્ટ સર્જાતા હાઇપોલના તમામ બલ્બ બંધ થયા છે.

જોકે એકાદ બે દિવસમાં પોલ પર હવે 190 વોટની એલઇડીના અજવાળા પથરાશે.જ્યારે માનવઆશ્રમ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાની કામગીરીમાં ખોદકામ દરમ્યાન અંડરગ્રાઉન્ડ લાઇનમાં સ્ટ્રીટલાઇટનો કેલબ તૂટતા રાત્રે અંધારપટ્ટ છવાયુ હોવાનું નગરપાલીકાની સ્ટ્રીટલાઇન શાખાના સુત્રોએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...