તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા GIDCમાં સિરામિકની પાંચ ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ

મહેસાણા GIDCમાં સિરામિકની પાંચ ફેક્ટરીઓને ક્લોઝર નોટિસ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાસ્થિત પ્રાદેશિક પ્રદૂષણ નિયંત્રણ કચેરીએ સિરામિક અને સ્ટોન વોટર પાઇપનાં કુલ 5 ઉદ્યોગોને હવામાં પ્રદૂષણ ફેલાવી બોર્ડની જોગવાઇઓનાં ભંગ અંતર્ગત ક્લોઝર નોટિસ અાપવામા આવી હતી. જ્યારે જાન્યુઆરી 2015થી અત્યાર સુધી કુલ 17 ઉદ્યોગકારોને ક્લોઝર નોટિસ આપવામા આવી હતી, તો વળી 200થી પણ વધુ ઉદ્યોગોને કારણ બતાવો નોટિસ આપી ખુલાસો મગાયો હતો.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની મહેસાણા ખાતે આવેલી પ્રાદેશિક કચેરી દ્વારા છેલ્લા એક મહિનામાં અપાયેલી ક્લોઝર નોટિસઅંતર્ગત સિરામિક ક્ષેત્રનાં ઉદ્યોગો હોવાનું મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાવતા હોવાની ગંભીર સ્થિતિને ધ્યાને લઇ 15 દિવસની અવધિ આપી તેમનાં પાણી અને વીજળી સહિતનો પુરવઠો બંધ કરવા પણ સંલગ્ન કચરીઓને જાણ કરી દેવાઇ હતી. જ્યારે જાન્યુઆરી 2015થી અત્યાર સુધીમાં કુલ 13 સિરામિક ઉદ્યોગોને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.

જ્યારે કોપર ગાળતાં 4 યુનિટોને ક્લોઝર નોટિસ સહિત સીલ કરવા સુધીનાં પગલા ભરવામા આવ્યા હતા. તો વળી સૌથી વધારે 212 ઉદ્યોગોને શો-કોઝ નોટિસ આપવામાં આવી હતી. બીજી તરફ અનેક ઉદ્યોગકારોની પ્રદૂષણ નિયંત્રણ અંતર્ગત વૃક્ષ વાવેતરમાં નબળી કામગીરી રહી હોવાનંુ પણ સૂત્રોએ જણાવ્યું હતું.

હવામાં પ્રદૂષણ ફેલાવી બોર્ડની જોગવાઇઓના ભંગ અંતર્ગત

ખેતરો સહિતની ખુલ્લી જગ્યામાં ચાલતી ભઠ્ઠીઓ

હનુમંતહેડુવા દેલોલી

રાજપુર બળદેવપુરા

મણિયારી સાલેસરા

ધાંધલપુર મોદીપુર

રાણીપુર ભાસરીયા

અન્ય સમાચારો પણ છે...