તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • આજથી ધો.10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે

આજથી ધો.10 અને 12 બોર્ડની પૂરક પરીક્ષાનો પ્રારંભ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડનીપૂરક પરીક્ષાનો બુધવારથી પ્રારંભ થશે. જેમાં મહેસાણા જિલ્લાના નોંધાયેલા તમામ વિદ્યાર્થીઓ માટે મહેસાણા શહેરમાં ધો.10 માટે 4 સ્થળે 55 બ્લોક, ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે 2 સ્થળે 19 બ્લોક તેમજ સામાન્ય પ્રવાહ માટે 5 સ્થળે 45 બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે.

સીસી ટીવીની નજર સમક્ષ લેવાનારી પરીક્ષામાં પ્રથમ દિવસે ધોરણ 10ના 180 વિદ્યાર્થીઓ સવારે 10થી 13-35 વાગ્યા દરમિયાન ગુજરાતી (01) વિષયની પરીક્ષા આપશે જ્યારે બપોરે 3થી 6-35 દરમિયાન 1122 વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેક્નોલોજીની પરીક્ષા આપશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના મહેસાણા જિલ્લાના કુલ 1302 વિદ્યાર્થીઓ તેમજ ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 371 વિદ્યાર્થીઓ નોંધાયેલા છે. જેમાં સવારે ગણિત અને બપોરે જીવવિજ્ઞાનની પરીક્ષા લેવાશે. સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં પૂરક પરીક્ષા આપી શકાતી હોઈ કુલ 10203 વિદ્યાર્થીઓ 11મી જુલાઈએ પરીક્ષા આપશે.

અન્ય સમાચારો પણ છે...