• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • અતિવૃષ્ટિમાં પાક ધોવાઇ ગયો હોય તો દિવેલા, મગ અડદ, ગવારની ઉતાવળી જાતોની વાવણી હિતાવહ

અતિવૃષ્ટિમાં પાક ધોવાઇ ગયો હોય તો દિવેલા, મગ અડદ, ગવારની ઉતાવળી જાતોની વાવણી હિતાવહ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુન: વાવેતરમાં ટૂંકા જીવનકાળ ધરાવતા પાકોનું વાવેતર કરવું

ઉભા પાકને રીતે બચાવી શકાય

પાકને નુકસાન થયું હોય કે પછી પાકનું ધોવાણ થયું હોય તેમ છતાં ખેડૂતો આટલું ધ્યાન રાખે તો નુકસાની ઘટાડી શકે છે

ભારે વરસાદના કારણે ઉત્તર ગુજરાતમાં હજારો હેક્ટર જમીનમાં પાક-જમીનમાં ધોવાણથી ખેડૂતોની કેડ ભાંગી

તાજેતરમાંથયેલી અતિવૃષ્ટિને કારણે ઉત્તર ગુજરાતના ખરીફ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જેને લઇ કેટલાક વિસ્તારોના ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે, તો ક્યાંક ખેતરની જમીન ધોવાતાં આખે આખો ખરીફ પાક ધોવાઇ ગયો છે. જેનાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન આવ્યું છે. આવા સંજોગોમાં દિવેલા, અડદ, મગ, ગુવારની ઉતાવળી જાત વાવીને નુકસાન કંઇક અંશે ભરપાઇ શકે છે.

અપર એર સાયકલોનિક સરકયુલેશનને લઇ ઉભી થયેલી સિસ્ટમને લઇ ઉત્તર ગુજરાતમાં વરસાદનું રૂદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બનાસકાંઠા, પાટણ, અરવલ્લી જિલ્લાના ખરીફ પાકના વાવેતર પર ભારે અસર વર્તાઇ હોય તેમ મોટાભાગના ખેતરો ધોવાઇ ગયા છે. જ્યારે મહેસાણા અને સાબરકાંઠા વિસ્તારના કેટલાક ખેતરોનું ધોવાણ સાથે ખેતરોમાં પાણી ભરાઇ જતાં ખરીફ પાક માથે મોટું સંકટ આવ્યું છે. જેની સીધી અસર ઉત્તર ગુજરાતના લાખો ખેડૂતોને થતાં મોટુ આર્થિક નુકસાન સામે આવ્યું છે.

તેમ છતાં ખેડૂતો સમયને પ્રાધાન્ય આપી વહેલી તકે પગલાં ભરે તો ખેતરમાં અસ્તિત્વ સામે લડી રહેલા ખરીફ પાકને જરૂરી દવાઓની સાથે યોગ્ય પગલાં ભરાય તેમજ ધોવાણ થયેલા ખેતરોમાં નવું વાવેતર કરાય તો આર્થિક નુકસાન ચોક્કસ ઘટાડી શકાય તેમ કૃષિ નિષ્ણાતો જણાવે છે.

બનાસકાંઠાના થરાદના જેતડા ગામે પૂરથી ખેતરો ધોવાતાં ખેડૂતો પાયમાલ બન્યા છે.તસવીર-હમીર રાજપૂત

{ પાક નવી સુધારેલી જાતો

{ દિવેલા : જી.એ.યુ.સી.એસ.એચ.-1, જી.સી.એચ.- 2, 4, 5, 7

{ અડદ : ટી-9, ગુ.અડદ-1

{ મગ : ગુજરાત મગ-4, કે-851, પી.ડી.એમ-139, મેહા

{ બીડી : તમાકુ જી.ટી.-4, 5, 7, 9

{ તલ : પૂર્વા-1, ગુજરાત-1, 2

{ ચોળા : જી.સી.-1,2,3,4 અને એ.વી.સી.પી.-1

{ ગુવાર : જી.જી.-1

{ રોપાણ ડાંગરના પાકની એસ.આર.આઇ પદ્ધતિથી રોપણી કરવી.

{ બાજરીના પાકને બદલે ઘાસચારાની જુવાર જીએફએસ-4નું વાવેતર કરવું.

{ દિવેલાનું 90 X 30 સેમીના સાંકડા ગાળે વાવેતર કરવું.

{ શક્ય તેટલી ઝડપથી ખેતરમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો.

{ પાકની અવસ્થાને ધ્યાને રાખી પૂર્તિ ખાતર તથા એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરવો.

{ ડાંગર તથા અન્ય પાકોમાં જસત (ઝીંક)ની ઉણપ જણાય તો 10 લિટર પાણીમાં 50 ગ્રામ ઝીંક સલ્ફેટ અને 25 મીલી ચૂનાનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરવો.

{ ડાંગરના પાનમાં સુકારાના રોગના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં અડધો ગ્રામ સ્ટ્રેપ્ટોસાઇક્લીન 5 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઇડ દવા ભેળવીને છંટકાવ કરવો.

{ ડાંગરમાં ગાભમારાની ઇયળ, પાનવાળનારી ઇયળ, ચુસીયા વગેરેના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં ક્વીનાલફોસ 20 મીલી, કાર્બારીલ 40 ગ્રામ પૈકી કોઇ એક દવાનો છંટકાવ કરવો.

{ મગફળીના પાકમાં લોહતત્વની ઉણપના કારણે પાન પીળા પડી ગયાં હોય તો 10 લિટર પાણીમાં 50 ગ્રામ હીરાકશી (ફેરસ સલ્ફેટ) અને 25 મીલી ચૂનાનું દ્રાવણ ભેળવીને છંટકાવ કરવો.

{ મગફળીના પાકમાં ગેરૂ અને ટીક્કા રોગના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં કાર્બેન્ડીઝીમ 5 ગ્રામ અથવા મેન્કોઝેબ 25 ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ 25 ગ્રામ પૈકી કોઇ એક દવાનો છંટકાવ કરવો અને જરૂર જણાય તો વારાફરતી 10-12 દિવસના અંતરે ફરી છંટકાવ કરવો.

{ ગંધક તત્વની ઉણપવાળા વિસ્તારોમાં પૂર્તિ ખાતર તરીકે યુરિયાને બદલે એમોનિયમ સલ્ફેટ આપવું.

{ કપાસના પાકમાં ચુસિયા તથા ઇયળ વર્ગની જીવાતનો ઉપદ્રવ જણાય તો મોનોક્રોટોફોસ 10 મીલી 10 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

{ કપાસના પાકમાં મુળખાઇના રોગના નિયંત્રણ માટે ઝાયનેબ 25 ગ્રામ અને મેન્કોઝેબ 25 ગ્રામ પ્રમાણે ઓગાળી દ્રાવણ છોડના મૂળમાં રેડવું.

{ તલના પાકમાં કાળિયો રોગના નિયંત્રણ માટે 10 લિટર પાણીમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ 30 ગ્રામ અથવા મેન્કોઝેબ 25 ગ્રામ ઓગાળીને વારાફરતી છંટકાવ કરવો.

અન્ય સમાચારો પણ છે...