તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોસણ ગામે વિવાદાસ્પદ દબાણ આખરે તોડી પડાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનજીક તાલુકા પંચાયત પ્રમુખના વડોસણ ગામે ગૌચરની જગ્યામાં બનાવેલ હોટલનું વિવાદાસ્પદ દબાણ શનિવારે તાલુકા વિકાસ અધિકારીએ દબાણ ટીમ સાથે મળી તોડી પાડ્યું હતું.

મહેસાણા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના ગામમાં 98 નંબરના સર્વેમાં આવેલ ગોચરમાં વર્ષો પૂર્વે બનાવેલ બાબા રામદેવ હોટલ ગેરકાયદેસર હોવાના મુદ્દે આગેવાન દિલીપભાઇ ચૌધરીએ સ્થાનીક કક્ષાએ રજૂઆત કરી હતી. જોકે, લાંબા સમયથી ચાલી આવતી રજૂઆતોનું પરિણામ મળતા આખરે તેમને મુખ્યમંત્રીને રજુઆત કરી જરૂરી પગલા ભરવા માગણી કરી હતી. જે અંતર્ગત શનિવારે મહેસાણા તાલુકા વિકાસ અધિકારી ગજાનંદ રાવલે દબાણ ટીમ સાથે મળીને વિવાદાસ્પદ દબાણનનો કેટલોક ભાગ તોડી નાખ્યો હતો. જેમાં હોટલ માલિકે બાકીનો ભાગ તોડી પાડવાની સંમતિ આપતા કાફલો પરત ફર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...