તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • પાંચોટમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કિશોરના ચક્ષુનું દાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચોટમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા કિશોરના ચક્ષુનું દાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ પુત્રની કારે બાઇક ચાલકને ફંગોળ્યો, સ્થાનિક ચક્ષુબેંકની મદદથી બંને આંખો અમદાવાદ મોકલાઇ

પાંચોટનજીક શનિવારે બપોરે કારે ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક કિશોરનું મોત થયું હતું. જ્યારે મૃત્યુ પામેલો 16 વર્ષનો આનંદ અન્યની આંખોમાં જીવીત રહે તેવો પરિવારે નિર્ણય લીધો હતો અને મહેસાણા જેસીસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ચક્ષુબેંકે સિવિલના તબીબની મદદથી બંને ચક્ષુ મેળવી અમદાવાદ મોકલી આપ્યા હતા.

મહેસાણા નજીક પાંચોટ ગામનો આનંદજી ઠાકોર (16) બાઇક લઇ અંબાજી માતાજીના મંદિર નજીકનો રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. ત્યારે પાછળથી પૂરઝડપે નીકળેલી કાર (જીજે 18 બીએચ 0919)ના ચાલકે ટક્કર મારી હતી. જેમાં બાઇક પરથી ફંગોળાઇને રોડ પર પટકાયેલા આનંદજીના શરીર પરથી કારનું ટાયર ફરી વળતાં મહેસાણા સિવિલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં મોત થયું હતું. તાલુકા પોલીસે વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો