તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • બુટાપાલડીની મતદાર યાદીમાંથી ગામના મતદારોના નામ ગાયબ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુટાપાલડીની મતદાર યાદીમાંથી ગામના મતદારોના નામ ગાયબ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકય મતદારનો ફોટો કે નામ યાદીમાં નથી, ચૂંટણી લડવા ઇચ્છુકો મૂંઝવણમાંં મુકાયા

પંચાયતોનીચૂંટણીનું જાહેરનામુ બહાર પડ્યાના કલાકોમાં ચૂંટણી તંત્રનો છબરડો બહાર આવ્યો છે. તાલુકાના બુટાપાલડી ગામની મતદાર યાદીમાંથી ગામના મતદારોના નામ ગાયબ છે. જ્યારે અન્ય ગામોના મતદારોનો યાદીમાં સમાવેશ થતાં મતદારોમાં રોષ પ્રસર્યો છે. ગામના મતદારો કઇ યાદીમાં, હવે પછી શું, યાદી બદલાશે કે કેમ સહિતના અનેક સવાલો વચ્ચે ગામના રહીશે ચૂંટણી વિભાગ, કલેકટરને જાણ કરી ત્વરીત પગલાં ભરવા માંગ કરી છે.

ચૂંટણી વિભાગે શુક્રવારે બુટાપાલડી ગામના 8 વોર્ડની પ્રસિદ્ધ કરેલી મતદાર યાદીમાં ગામના એકપણ વ્યક્તિનું નામ કે ફોટો નથી. જ્યારે બીજીબાજુ મોહનપુરા, વાલમપુરા (નાનીદાઉ), બામોસણા સહિતના ગામના મતદારોના નામ મતદાર યાદીમાં આવી જતાં ગામમાં હોબાળો મચી ગયો છે.

આશ્ચર્યની વાત છે કે, એક- બે નહીં આઠે આઠ વોર્ડની મતદાર યાદી કેવી રીતે બદલાઇ જાય. ચૂંટણી વિભાગના છબરડા બાબતે ગામના અને વ્યવસાયે વકીલ મુકેશભાઇ પરમારે ઉચ્ચ ક્ક્ષાએ રજૂઆત કરી ગામના મતદારોનું શું તેવો સવાલ ઉઠાવ્યો છે.

આજથી ફોર્મ ભરવાની કામગીરી ચાલુ થઇ છે ત્યારે ઉમેદવારને ફોર્મ ભરવું તે અંગે મૂંઝવણ સર્જાઇ છે. પરંતુ તેનું નામ યાદીમાં નથી તો પછી ફોર્મ કેવી રીતે ભરે તે મુશ્કેલી સર્જાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો