તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ભાડજથી જુગારધામ પકડાયું, મહેસાણાના બે સહિત 12 ઝબ્બે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાડજથી જુગારધામ પકડાયું, મહેસાણાના બે સહિત 12 ઝબ્બે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદનજીક ભાડજ સર્કલ પાસે સરકારી ખરાબાની જમીનમાં બાવળિયા નીચે ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી લીધા હતાં અને રોકડ રકમ, 10 વાહનો અને 18 મોબાઇલ મળી કુલ રૂ.20,97,505નો મુદ્દામાલ કબજે કરી તમામ જુગારીઓ સામે સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દસ્ક્રોઇ તાલુકાના લપકામણ ગામના દિલીપભાઇ પટેલ અને કલોલ તાલુકાના વાસદડા ગામના રમણ ઠાકોરે ભેગામળી ભાડજ સર્કલ પાસે જુગારનો અડ્ડો તાજેતરમાં શરૂ કરાયો હતો. તેનું સંચાલન દિલીપ પટેલનો પુત્ર જીગ્નેશ કરતો હતો.

મહેસાણા, અમદાવાદ, અને કલોલના પકડાયેલા જુગારીઓ

કિર્તીકુમારરેવાભાઇ પરમાર (ઉં-46-રહે-ધરતી પાર્ક સોસા, મહેસાણા),સદામ રહિમઅજમેરી (ઉં-24-રહે-જોટાણા, જિ-મહેસાણા), પુનમ જયંતીભાઇ પટેલ (ઉં-40-રહે-લપકામણ, તાલુકો દસ્ક્રોઇ), રમેશ ધર્મેન્દ્રભાઇ પરમાર (ઉં-32-રહે- મોટેરા ગામ, અમદાવાદ), રણજીત રમેશ ઠાકોર (ઉં-24-રહે-બોપલ, ), પ્રકાશ કનૈયાલાલ પ્રજાપતિ (ઉં-40-રહે-કલોલ), મનોજ જગદીશ વાણંદ (ઉં-38-રહે-વેજલપુર), શતીષ નટવર પટેલ (ઉં-39-ઘાટલોડિયા) અને જીગ્નેશ દિલીપ પટેલ (ઉં-31-રહે-ઓગણજ), હર્ષદ નાનજી પટેલ (ઉં-39-રહે-ઘાટલોડિયા), વિક્રમ પટેલ અને સુનિલ પટેલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો