તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ગણપત યુનિ. દ્વારા ટેકનિકલ સિમ્પોઝિયમ કન્વર્ઝન્સનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપત યુનિ. દ્વારા ટેકનિકલ સિમ્પોઝિયમ કન્વર્ઝન્સનું આયોજન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગણપતયુનિવર્સિટીની યુ.વી.પટેલ કોલેજ ઓફ એન્જિનીયરીંગ દ્વારા તાજેતરમાં બે દિવસીય રાષ્ટ્રિયકક્ષાના એક ટેકનિકલ સિમ્પોઝિયમ કન્વર્ઝન્સ 2017 નું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની 43 એન્જી. કોલેજના 800 સહિત કુલ 1600 ભાવિ એન્જીનીયર્સે 56 પ્રકારની અલગ અલગ ટેકનિકલ સ્પર્ધાઓમાં સહભાગી થઇ આયોજનને ભારે મોટી સફળતા અપાવી હતી. ઉધ્ઘાટન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે મહેસાણા ઓ.એન.જી.સી. ના જીજીએમ વી.વી.મિશ્રા, ગિફ્ટ સીટીના વાઇસ પ્રેસિડન્ટ (એચ.આર.) ભાવેશ કારિયા, ગણપત યુનિવર્સિટીના પ્રેસિડન્ટ અનિલભાઇ પટેલ, ડાયરેકટર જનરલ ર્ડો. મહેન્દ્ર શર્મા સહિત અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતુ.

બે દિવસીય ટેકનિકલ સિમ્પોઝિયમમાં એન્જીનીયરીંગની વિવિધ શાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ, એક્ષપર્ટ લેકચર્સ, ક્વિઝ, યુથ પાર્લામેન્ટ, રોબોટિક્સ અને બોટ રેસિંગ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રોબોટિક્સ અને બોટ રેસિંગ સ્પર્ધાઓએ જબરજસ્ત આકર્ષણ જમાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો