તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જૂના અેસટી ડેપોને હવે પીપીપી ધોરણે વિકસાવવા માટે કવાયત

જૂના અેસટી ડેપોને હવે પીપીપી ધોરણે વિકસાવવા માટે કવાયત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાનાજૂનાએસટી ડેપોને હવે રીનોવેશન કરવાના બદલે પીપીપી ધોરણે વિકસાવવા એસટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરાઇ છે.

મહેસાણામાં જૂના એસટી ડેપોનો કેટલોક ભાગ ડીમોલેશન કરાયા પછી જર્જરિત હાલતમાં ઉભો છે. જેને લઇ અહીં કોઇ પ્રવેશે તે માટે એસટી તંત્રએ નજર રાખવી પડે છે. દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ કોર્ડન કરી હોવા છતાં ઘણી વખત બિલ્ડીંગના જર્જરિત વિસ્તારમાં ઘૂસી જતા હોય છે, પરંતુ તંત્ર દ્વારા હજુ બિલ્ડીંગ ડીમોલેશન કરીને રીનોવેશન કામ શરૂ કરાયું નથી. ત્યાં પ્લાનિંગમાં હવે ફેરફાર કરાઇ રહ્યો છે. જેમાં રીનોવેશનના બદલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ ધોરણે બસ સ્ટેશન સુવિધાઓથી સંપન્ન નવુ બનાવવાની દરખાસ્ત વિભાગની કેન્દ્રીય કચેરી કક્ષાએ ચાલી રહી છે. બસ સ્ટેશનમાં કંટ્રોલ રૂમ સાઇડમાં મુસાફરો માટે વૈકલ્પિક બેઠક વ્યવસ્થા કરાઇ છે. પરંતુ સામેની સાઇડમાં બસો ઉભી રહેતી હોઇ ત્યાં ધસારો રહેતો હોય છે તેની નજીકનો ભાગ જોખમી હાલતમાં ઉભો રહ્યો છે.

એસટીનું બાંધકામ તંત્ર હજુ બસ સ્ટેશન નવીનીકરણની પ્રક્રિયામાં મંથરગતિએ રહેતા અહીં જર્જરિત બિલ્ડીંગના કારણે મુસાફરોના માથે જોખમ મંડરાયેલું રહે છે.

અન્ય સમાચારો પણ છે...