તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ચેક રિટર્નમાં જમીન દલાલને 1 વર્ષની કેદ અને 6 લાખ દંડ

ચેક રિટર્નમાં જમીન દલાલને 1 વર્ષની કેદ અને 6 લાખ દંડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા કોર્ટે ગીલોસણના શખસને સજા કરી

મિત્રતાનાનાતે હાથઉછીના આપેલા રૂ.4 લાખ પેટે આપેલો ચેક પરત ફરવાના કેસમાં મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ગીલોસણ ગામના ભેંસો અને જમીન દલાલને 1 વર્ષની કેદ અને રૂ. 6 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

ધિણોજ ગામે બ્રાહ્મણશેરીમાં રહેતા કાનજીભાઇ કેશરભાઇ ચૌધરી બે વર્ષ પૂર્વે તેમને ત્યાં અવાર નવાર આવતા ભેંસો અને જમીનના દલાલ યુનુસમીયા ભીખુભાઇ ચૌહાણના સંપર્કમાં આવ્યા હતા. દરમિયાન યુનુસભાઇને નાણાંની જરૂરિયાત ઉભી થતાં કાનજીભાઇએ સમયાંતરે કુલ રૂ.4 લાખ હાથઉછીના આપ્યા હતા. નિયત સમય મર્યાદામાં રકમ પરત કરતાં કરેલી ઉઘરાણીને પગલે યુનુસભાઇએ 10 ઓગસ્ટ, 2015માં આપેલો ચેક પરત ફર્યો હતો. ત્યાર બાદ કાનજીભાઇએ વકીલ મારફતે મોકલેલી નોટિસ પરત ફરતાં મહેસાણા કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ આપી હતી.

કેસ મહેસાણાના 7મા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જીગર નારાયણકુમાર મહેતા સમક્ષ ચાલતાં ફરિયાદી તરફે હાજર વકીલ જે.એમ. ચૌધરી અને વાય.જી. ઠાકોરની દલીલોને સાંભળ્યા બાદ કોર્ટે યુનુસમીયા ભીખુમીયાને કસુરવાર ઠરાવી 1 વર્ષની કેદ અને ચેકથી દોઢી રકમ એટલે કે રૂ.6 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. જોકે, ફરિયાદીને આપેલા રૂ.1 લાખ મજરે આપવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...