તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • ખેડૂતલક્ષી સમસ્યાઓ અંગે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર અાપ્યું

ખેડૂતલક્ષી સમસ્યાઓ અંગે અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર અાપ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેટેલાઇટમાપણીના નામે નવેસરથી કરાયેલ જમીન માપણી રીસર્વેમાં સર્વે નંબર તેમજ ક્ષેત્રફળમાં અનેક ગોટાળાઓથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. માપણી ખોટી હોવા છતાં પ્રમોલગેશન થઇ ગયા છે ત્યારે તાત્કાલિત અસરથી નવી માપણી આધારે થયેલ પ્રમોલગેશન રદ કરવા અને જુની માપણી અને તેના આધારે બનેલ લેન્ડ રેકોર્ડની માન્યતા ચાલુ રાખવા મહેસાણામાં જિલ્લા કોગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપીને માંગ કરાઇ હતી. સાથે ખેડૂતોને ખેતપેદાશોમાં પોષણક્ષમ ભાવ મળતા હોઇ સંજોગોમાં ખેડૂતોના દેવા માફ કરવા માંગણી કરાઇ હતી.

મહેસાણામાં જિલ્લા કોગ્રેસ પ્રમુખ ર્કિર્તીસિહ ઝાલા, શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ, તાલુકા પ્રમુખ પી. કે. પટેલ સહિત હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા સરકારની નીતી ખેડૂત વિરોધી હોવાના બહુમાળી ભવનમાં સુત્રો કર્યા હતા. રાજ્યમાં 1.25 કરોડ સર્વે નંબરોની માપણી ખાનગી એજન્સીઓએ કર્યાનો સરકારનો દાવો છે. ખોટી માપણી હોવા છતા પ્રમોલગેશન થઇ ગયા છે . હવે અપીલ કરવાની જોગવાઇ છે.આ અપીલોનો નિકાલ કરવામાં ખેડૂતોની પેઢીઓ નિકળી જાય તેમ છે. વળી સેટલમેન્ટ કમિશન્ર હેઠળની જિલ્લાઓની લેન્ડ રેકર્ડ કચેરીમાં મંજુર 4100 ટેકનીકલ સ્ટાફની સામે 2000 જગ્યાઓ ખાલી પડી છે. ક્ષતિયુક્ત માપણીના કારણે ખેડૂતો પીસાઇ રહ્યા હોઇ હાઇકોર્ટના સીટીગ જજનું પંચ નીમી ખેડૂતોને ન્યાય અાપવા માંગ કરવામાં આવી હતી.

કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડુત વિરોધી નિતીનો વિરોધ દર્શાવતા અધિક કલેકટરને આવેદન આપ્યું - તસવીર-પ્રમોદશાહ

અન્ય સમાચારો પણ છે...