તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • રાજમહેલમાંથી 23મીએ કોર્ટ નવા બિલ્ડીંગમાં ખસેડાશે

રાજમહેલમાંથી 23મીએ કોર્ટ નવા બિલ્ડીંગમાં ખસેડાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાકોર્ટ હવે રાજમહેલમાંથી 70 કરોડના ખર્ચે બનેલી અદ્યતન નવિન કોર્ટ બિલ્ડીંગમાં બેસશે. 23મી જુલાઇએ નવિન કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ હોઇ રાજમહેલમાં પડેલા કોર્ટ કેસોના દસ્તાવેજો અને મુદ્દામાલ નવી કોર્ટમાં ફાળવવા તજવીજ હાથ ધરાઇ છે.

કોર્ટ બિલ્ડીંગમા 7 લિફ્ટ સાથે એટીએમ, પબ્લિક ઝેરોક્ષ સેન્ટર, સાયબર કાફે, પબ્લિક કેન્ટીન, પોસ્ટ ઓફિસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

મુખ્ય સરકારી વકીલ ચંદનસિંહ રાજપુતે કહ્યું કે, 23મીએ સવારે 10 વાગે નવિન કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ યોજાશે. જેમાં ગુજરાત હાઇકોર્ટ ચીફ જસ્ટીસ જસ્ટીસ એમ.આર.શાહ, જસ્ટીસ અભિલાષાકુમારી, જસ્ટીસ સુબોધ શાહ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...