તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા મામ.કચેરીમાં ATVTઇ-ધરાસતત બીજા દિવસે ઠપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવક,જાતિના દાખલા, ખેડૂતોને 7-12ના ઉતારા અને હક્કપત્રની નોંધ ઝડપી અને સરળતાથી ઉપલબ્ધ બની રહે તે માટે એટીવીટી અને ઇ-ધરામાં અોનલાઇન સેવા કાર્યરત થયા પછી પણ ટેકનિકલ ખામીઓમાં છાસવારે સર્વિસ ઠપ થતાં અરજદારોને રઝળપાટ રહેતી હોય છે. સોમવારે મહેસાણા મામલતદાર કચેરીમાં જી-સ્વાન કનેક્ટીવીટી આખો દિવસ બંધ રહ્યા બાદ મંગળવારે પણ બપોરે 3 વાગ્યા સુધી સેવા બંધ રહી હતી.

દરમિયાન ઘણા અરજદારોએ નિશાસા નાખી ખાલી હાથ પરત ફરવાનો વારો આવ્યો હતો. જોકે કંપનીના ટેકનિશિયન દ્વારા યુપીએસમાં સર્જાયેલ ફોલ્ટનું બપોરે 3 વાગે નિવારણ કરાયા પછી ઓનલાઇન સેવાઓ ચાલુ થઇ હતી. જી-સ્વાન સેન્ટરના સૂત્રોએ જણાવ્યું કે, વીજ સપ્યાલ બોક્ષ નવું લગાવવાનું હોઇ બહારથી મંગાવી લગાવવામાં સમય લાગ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...