ક્રાઇમ રિપોર્ટર | મહેસાણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઇમ રિપોર્ટર | મહેસાણા

અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળેલા જોટાણાના વેપારીઓએ સોમવાર બાદ મંગળવારે પણ બજારો બંધ રાખ્યા હતા. જોકે, માંગણી મુજબ બપોર બાદ એસઆરપી મૂકાતાં વેપારીઓએ દુકાનો ખોલી હતી. જ્યારે વેપારી પર હુમલો કરનાર જીપચાલક સામે ફરિયાદ નોંધાવાઇ હતી.

જોટાણામાં વેપારીઓ પાસેથી વસ્તુ ખરીદી નાણાં નહીં આપવાથી માંડી, શાળા-કોલેજમાં જતી-આવતી વિદ્યાર્થિનીઓની છેડતીની વારંવાર બનતી ઘટનાઓથી ત્રસ્ત વેપારીઓ અને ગ્રામજનોએ સોમવારે સમગ્ર બજાર બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વહિવટી તંત્રની દરમિયાનગીરી તેમજ વેપારીઓની માંગ મુજબ મંગળવારે બપોરે ગામમાં એસઆરપીનો કેમ્પ ગોઠવતાં ગ્રામજનોએ માંગણી સંતોષાઇ હોવાના આશ્વાસન સાથે બંધનું એલાન પાછું ખેંચ્યું હતું અને બપોર બાદ દુકાનો ખુલતાં તંત્રઅે હાશકારો અનુભવ્યો હતો.

જોટાણાના વેપારી હૈદરભાઇ કેશુભાઇ ટાંકે સાંથલ પોલીસ મથકમાં જીપ (જીજે 02 ઝેડ ઝેડ 0188) બજારમાં પૂરઝડપે હંકારનાર કટોસણના સંજયજી ભીમાજી ઠાકોરને ઠપકો આપતાં તેની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ બી.જી. રાવલે તેની ધરપકડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...