• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જોટાણામાં રિક્ષા ભાડે કરવા મામલે માથાકૂટ, ત્રણને ઇજા

જોટાણામાં રિક્ષા ભાડે કરવા મામલે માથાકૂટ, ત્રણને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જોટાણાથી લક્ષ્મીપુરા (કટોસણ) ગામે રિક્ષા લઇ જવાના મુદ્દે બે જૂથો વચ્ચે થયેલી અથડામણમાં 3 વ્યક્તિને ઇજા થઇ હતી. બંને પક્ષોએ કુલ 12 સામે સાંથલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિરસોડા પ્રાથમિક સ્કૂલની બાજુમાં રહેતા મેઘરાજસિંહ અમરસિંહ ઝાલા લક્ષ્મીપુરા( કટોસણ) ગામેથી રિક્ષા જોટાણા લઇ જવાનું અને ભાડા પેટે રૂ.300 નહીં લેવાનું કહેતાં મુન્નાજી અનારજી ઠાકોરે રિક્ષા જોટાણા નહીં જાય તેમ કહેતાં તેઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. મુન્નાજીએ છરી વડે હુમલો કર્યો હતો. બે જૂથ આમને સામને આવી જતાં મેઘરાજસિંહ સહિત 3 શખસોને ઇજા થતાં મહેસાણા સિવિલમાં લવાયા હતા. લાલાજી મદારજી ઠાકોરે સાંથલ પોલીસમાં હરપાલસિંહ અમરસિંહ ઝાલા સહિત 5 સામે, સામેપક્ષે મેઘરાજસિંહ ઝાલાએ મુન્નાજી અનારજી ઠાકોર સહિત 7 શખસો સામે ફરિયાદ નોંધાવી છે.

આ 12 સામે ગુનો નોંધાયો
હરપાલસિંહ અમરસિંહ ઝાલા

મેઘરાજસિંહ અમરસિંહ ઝાલા

વિપુલસિંહ વનરાજસિંહ ઝાલા

સંજયસિંહ વિજુભા ઝાલા

ભારતસિંહ ઝાલા

મુન્નાજી અનારજી ઠાકોર

ભાવેશજી બાબુજી ઠાકોર

હેમતુજી ઠાકોર

અન્ય ચાર અજાણ્યા શખસો

અન્ય સમાચારો પણ છે...